Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

જુની અદાવતના લીધે સિહોરના રામધરી ગામે યુવાન ઉપર હુમલો

ભાવનગર તા. ૧૫ : સિહોરમાં યુવાન ઉપર ત્રણ શખ્સોએ છરી, પાઇપ વડે જીવલેણ હુમલો કરતા હોસ્પિટલમાં ખસેડાયેલ છે. જ્યાં તેની સ્થિતિ ગંભીર ગણાવાઇ રહી છે.

સિહોર તાલુકાના રામધરી ગામે રહેતા દિપકભાઇ વાલજીભાઇ સોલંકી (ઉ.વ.૩૦) :પર આજ ગામના હરસુર પુના રબારી, પુના વશરામ રબારી અને મેહુલ સામત રબારીએ એક સંપ કરી છરી, પાઇપ અને લાકડી વડે જીવલેણ હુમલો કરી નાસી છુટયા હતા. લોહીયાળ હાલતે દિપકભાઇને સારવાર માટે ભાવનગરની હોસ્પિટલ ખસેડાયેલ છે. જ્યાં તેની સ્થિતિ ગંભીર ગણાવાઇ રહી છે.

આ બનાવ અંગે સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવાતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. જુની અદાવતને કારણે આ બનાવ બનવા પામ્યો છે.(૨૧.૧૩)

(12:14 pm IST)