Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

તળાજાના પીંગલી ગામે ચાલતુ ગૌ વંશનું કતલખાનુ ઝડપાયુ

૨૦ જેટલા જીવદયા પ્રેમીઓએ ૧૨ બળદોને બચાવ્યા : ભાવનગરના કસાઇઓ વાહનો મૂકી વાડીમાંથી માગ્યા

તળાજા તા. ૧૫ : તળાજા પાલિકા ના પૂર્વ ઉપ પ્રમુખ અને જીવદયા ગ્રુપ ના આગેવાન આઈ કે વાળાના જણાવ્યા પ્રમાણે નજીકના પીંગલી ગામે ગૌ વંશને અહીંથી જ માસ કાપી લઈ જવામાં આવતું હતું. અહીંના ડેમ ના પાણી માંથી ગૌવંશ ના અવશેષો મળી આવતા લાંબા સમય થી વોચ ગોઠવવા માં આવી હતો.

જે કામ તળાજા પોલીસને કરવાનું હતું તે કામનું પોલીસની નિર્માલ્યતાના કારણે જીવદયા પ્રેમીઓ એ જીવના જોખમે હાથઙ્ગધર્યું હતું. જેમાં બાતમીના આધારે તળાજાના વિસ જેટલા જીવદયા પ્રેમીઓ પીંગલી ગામના મકા ભીખા ચૌહાણની વાડીમાં બળદો લાવ્યાની વાતને લઈ ત્રાટકતા વાડી માલિક ઝડપાઇ ગયો હતો.

જીવડ્યા પ્રેમીઓને મકા ચૌહાણએ બાખલક ગામેથી બાર બળદોને લવાયા હતા. ભાવનગરના ચાર કસાઈઓ જીવદયા પ્રેમીઓ ત્રાટકયાનું જોઈને મુઠીઓ વાળી બે બાઇક, એક મેજીક, ફોરવહીલ સહિતના વાહનો મૂકી ભાગી ગયા હતા.

પહેલા અહીજ કાપવામાં આવતા હતા. પણ અહીં કતલ ખાનું ચાલી રહ્યાનું સ્થાનિક ગ્રામજનોને ખબર પડતાં અહીંથી બળદો ભરીને લઈ જવતા હતા.

બનાવ ના પગલે તળાજા ડીવાયએસપી જાડેજા ને વાકેફ કરતા તળાજા પોલીસ ની ટિમ ને મોડી રાત્રે પીંગલી ગામે દોડાવી હતી.

જીવદયા પ્રમીઓ એ કડકડતી ટાઢ અને સુસવાટાઙ્ગ મારતા કાતિલ પવન માં પણ મોડી રાત્રી સુધી અબોલ જીવ ને બચાવી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.(૨૧.૧૩)

(12:14 pm IST)