Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

જસદણ વિછીયા વિસ્તારની વિવિધ સમસ્યાઓનો ઉકેલ કયારે?

 જસદણ, તા.૧૫: જસદણ અને વિંછીયા વિસ્તાર વર્ષોથી પછાત છે આ વિસ્તારમાં અનેક ચૂંટણીઓ આવી અને ગઈ પરંતુ પછાત પણું દૂર થયું નથી.

જસદણ કે વિછીયા તાલુકામાં તાલુકા કક્ષાનું મથક હોવા છતાં અહીં સરકારી કે ગ્રાન્ટેડ કોલેજ નથી વિજ્ઞાન પ્રવાહની ગ્રાન્ટેડ કે સરકારી હાઇસ્કુલ જસદણ તાલુકામાં નથી આ બંને તાલુકામાં રમતગમતનું મેદાન નથી. જસદણ બોટાદ ની રેલવે સેવા દાયકાઓથી બંધ છે ઉપરાંતઙ્ગ સારા બગીચાની જરૂરિયાત છે. રાજાશાહી વખતનો જિલેશ્વર પાર્ક છે પરંતુ આ અડધા બગીચામાં ફિલ્ટર પ્લાન્ટ બનાવ્યો છે તેમજ બગીચામાં યોગ્ય સુવિધા નથી આ ઉપરાંત શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ ખૂબ જ છે. વિછીયા તાલુકોઙ્ગ બન્યાના પાંચ વર્ષ જેવો સમય થયો હોવા છતાં હજુ અહીંયા તાલુકા કક્ષાએ મળવાપાત્ર વિવિધ સરકારી કચેરીઓ તેમજ વિવિધ સેવાઓ મળતી નથી. વીંછીયામાં એક પણ જીઆઇડીસી નથી.ઙ્ગ જસદણ વિસ્તારમાં સિંચાઈના પાણીનો પ્રશ્ન મુખ્ય છે ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતું નથી આ ઉપરાંત તાલુકાના ગામડાના રસ્તાઓ બિસમાર છે. બોઘરાવદર થી ભંડારીયા, રાણીંગપર થી રણજીતગઢ, વિંછીયા થી સમઢીયાળા, વિછીયાથી છાસીયા, હાથસણીથી શતરંગ, વિંછીયાથી સોમલપર, આસલપુર થી રંગપર સહિતના ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ બિસ્માર હાલતમાં છે આ ઉપરાંત ગત વર્ષે વિંછીયા તાલુકાના બાર ગામડાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા પરંતુ છાસિયા, અજમેર, ઢેઢુકી, હડમતીયા, નાના માત્રા, ગોરીયા, સમઢીયાળા, ખરાચીયા, ઓરી, થોરિયાળી, વાંગધ્રા સહિતનાં ૧૨ ગામડાંઓનો પાકવીમો માત્ર ૧૮ ટકા જ મંજૂર થયો હતો . જસદણના હીરા ઉદ્યોગ, હલર ઉદ્યોગ, નગારા ઉદ્યોગ, જીંનિંગ ઉદ્યોગ, હેન્ડીક્રાફ્ટ ઉદ્યોગને સરકાર તરફથી કોઇ જ પ્રોત્સાહન કે લાભો મલ્યા નથી. જસદણની સરકારી હોસ્પિટલમાં નિષ્ણાત ડોકટરોની સુવિધા નથી. જસદણમાં બીજી જીઆઈડીસીની માગણી વર્ષોથી પેન્ડિંગ છે. અમદાવાદ, ગાંધીનગર, સુરત જવા માટે પૂરતા પ્રમાણમાં એસટી બસની સુવિધા નથી. જસદણ પંથકમાંથી રાજકોટ જાવા માટે એસટીની વધારે સુવિધાની જરૂર છે.(૨૩.૪)

(12:13 pm IST)