Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

ભાવનગરમાં પીડબલ્યુડી કવાર્ટરમાં આગ લાગી સંપૂર્ણ ઘર વખરી, બે વાહન સળગીને રાખ

 ભાવનગર તા.૧પ : શહેરના પાનવાડી વિસ્તારમાં આવેલ પીડબલ્યુડી કવાર્ટરમાં ભરતભાઇ ચાવલાના બંધ કવાર્ટરમાં આજે સવારે ૬-૪પ વાગ્યે અચાનક આગ ભભુકી ઉઠી હતી. અને જોત જોતાના આગ આખા મકાનમાં પ્રસરી જતા ફર્નિચર, ટી.વી.ફ્રિઝ સહિત સંપુર્ણ ઘરવખરી સળગી ગઇ હતી તેમજ મકાનમાં રહેલા બે એકટીવા મોપેટ પણ સળગી જવા પામ્યા હતા.

આગની જાણ થતા જ ફાયર બિગ્રેડનો સ્ટાફ દોડી ગયો હતો અને બે ગાડી પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લીધી હતી. (૬.૧૯)

(12:13 pm IST)