Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

જામકંડોરણા કુમાર છાત્રાલય ખાતે એનસીસી કેડેટોનો તાલીમ કેમ્પ યોજાયો

કેડેટોને શિલ્ડ પ્રમાણપત્રોથી સન્માનીત કરાયા

ધોરાજી, તા.૧૫:જામકંડોરણા કુમાર છાત્રાલયના ખાતે એન.સી.સી.કેડેટોનો તાલીમ કેમ્પ યોજાયો.

જામકંડોરણા કુમાર છાત્રાલયના ખાતે ગુજરાત બટાલીયન એન.સી.સી.દ્વારા એન.સી.સી.કેડેટોનો તાલીમ કેમ્પ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં કેડેટો એ ભાગ લીધો હતો.. આ કેમ્પમાં સૌરાષ્ટ્રના ૪૫૦ એન.સી.સી.કેડેટ ભાઇઓને કેમ્પમાં ડ્રીલ, ફાયરીંગ, ટી.પી.સાંસ્કૃતિક કાર્યક્રમ વેપન ટ્રેનીંગ ફિલ્ડ ક્રાફટ, પર્સનાલીટી ડેવલપમેન્ટની સાથે લીડરશીપના ગુણો વિકસે તે માટેની તાલીમ આપવામા આવી હતી

આ કેમ્પની સાથે કેમ્પ ફાયર સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં કમાન્ડીંગ ઓફીસર ગજરાત બટાલીયન તુષાર જોષીના હસ્તે કેમ્પમાં સારો દેખાવ કરેલ ટીમોના કેડેટોને શિલ્ડ તથા પ્રમાણપત્રો આપીને સન્માન કરાયુ હતુ.(૨૨.૪)

(12:10 pm IST)