Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

કોટડાસાંગાણીના ભાડવાના કુવામાં અકસ્માતે પડી જતા અશોક ચાવડાનું મોત

કોટડાસાંગાણી, તા.૧પઃ કોટડાસાંગાણીના ભાડવા ગામે પંચાયતના કુવામા અકસ્માતે પડી જવાથી દલીત યુવાનનુ મોત નીપજતા પરીવારમા શોક વ્યાપી ગયો છે.

મળતી વિગત મુજબ તાલુકાના ભાડવા ગામે દેવળીયા રોડ પર આવેલ પંચાયતના કુવામા અશોક ભીમજી ચાવડા નામનો અને ગામમા છુટક મજુરીકામ કરતો યુવાન અકસ્માતે પડી જતા તેમનુ મોત નીપજતા તેમની બોડીને પી એમ અર્થે કોટડાસાંગાણીની સીવીલ હોસ્પીટલમા ખસેડાઈ હતી બનાવને પોલીસે તપાસ હાથ ધરી હતી અશોક છે લ્લા ત્રણ દિવસથી ગુમ થયેલ હોઈ જે ને લઈને પરીવારજનોએ સગા સંબધીઓમા તપાસ કરી તેમની ભાળ મેળવવાના પ્રયાસો કર્યા હતા પરંતુ કોઈ ભાળ નમળતા છેવટે આ અંગે પોલીસને જાણ કરી હતી ત્યારબાદ ગઈકાલે સવારે દેવળીયા રોડ સ્થિતના કુવામા અશોકના ચંપલ નજરે પડતા પરીવારજનો અને ગામ લોકોએ સ્થાનીક તરવૈયાઓની મદદથી કુવામા તપાસ કરતા તેમનો મૃતદેહ મળી આવતા પોલીસને જાણ કરાઈ હતી અશોકની બોડીની હાલત જોઈ તેમનુ બે દિવસ પહેલાજ ડુબી જવાથી મોત થયાનુ તબીબોએ આશંકા દર્શાવી હતી નવ યુવાનનુ અકસ્માતે કુવામા પડી જવાથી મોત નીપજતા પરીવાર ભારે કલ્પાંત સર્જાયો છે.

અશોક ચાર ભાઈ બહેનમા સૌથી નાનો અને અપરણીત હોય ગામમા મજુરી કામ કરતો હતો. યુવાનનુ અકસ્માતે થયેલ મોત અંગે કોટડાસાંગાણી પોલીસના હેડ કોન્સ્ટેબલ એમ વી કટેસીયાએ પરીવાજનોના નીવેદન નોંધી તપાસ હાથ ધરી છે.(૨૩.૬)

(12:07 pm IST)