Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

મોરબી પાલિકામાં જન્મ-મરણના દાખલા માટે ધક્કાઃ સર્વર ડાઉનના અપાતા જવાબો

મોરબી તા. ૧૫ : પાલિકા કચેરીએ જન્મના અને મરણના દાખલા કઢાવવા અરજદારોને દરરોજ ધક્કા ખાવા પડતા હોય છે તેમજ લાંબી લાઈનોમાં કલાકોનો સમય બગાડવો પડતો હોય છે છતાં પણ જરૂરી એવા દસ્તાવેજો માટે અરજદારો આવી પળોજણમાંથી પસાર થતા હોય છે તો હાલ છેલ્લા ત્રણ દિવસથી મોરબી પાલિકા કચેરીમાં જન્મ મરણના દાખલા કાઢવાની કામગીરી જ ઠપ્પ જોવા મળી રહી છે જેથી અરજદારો ધક્કા ખાવા મજબુર બન્યા છે તો આ મામલે અરજદારોને સર્વર ડાઉન હોવાના જવાબ આપવામાં આવી રહ્યા છે.

 જયારે અરજદારોની હાલાકીને પગલે પાલિકા કચેરીના આ વિભાગમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે રાજયની તમામ પાલિકામાં આ સ્થિતિ હતી અને સાંજ સુધીમાં રીપેરીંગ બાદ પુનઃ શરુ થઇ જશે તેવો જવાબ મળ્યો હતો. જોકે મોરબીમાં ત્રણ દિવસથી કામગીરી સ્થગિત હોવાનું અરજદારો જણાવી રહ્યા છે ત્યારે ત્રણ દિવસથી કેમ બંધ છે તેનો સંતોષકારક જવાબ આપી શકયા નથી તો ત્રણ દિવસથી અરજદારો રઝળી રહ્યા છે જેની વેદના સંભાળનાર કોઈ નથી તેવો ઘાટ જોવા મળી રહ્યો છે.(૨૧.૫)

(10:18 am IST)