Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

કાલે અમરેલીમાં નાયબ એકશન અધિકારી - નાયબ મામલતદારની પરીક્ષા

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે ફરમાવ્યા પ્રતિબંધાત્મક આદેશો

અમરેલી તા. ૧૫ : ગુજરાત જાહેર સેવા આયોગ ગાંધીનગર દ્વારા નાયબ સેકશન અધિકારી (સચિવાલય, ગુજરાત જાહેર સેવા આયોગ વિધાનસભા) અને નાયબ મામલતદાર (મહેસૂલ વિભાગ)ની જગ્યાઓ પર ભરતી માટે તા.૧૬ના રોજ પ્રિલમીનરી પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં અમરેલી શહેરની ૨૪ હાઇસ્કુલો ખાતે પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષા યોજવાની છે.

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એ.બી. પાંડોરે ફોજદારી કાર્યરિતી અધિનિયમની કલમ-૧૪૪ અન્વયે કાલે બપોરે ૩ થી સાંજે ૫ કલાક સુધી અમરેલી શહેરના તમામ પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૧૦૦ મીટર ત્રિજયાના વિસ્તારમાં ચારથી વધુ વ્યકિતઓ ભેગા થવા પ્રતિબંધાત્મક આદેશ ફરમાવેલ છે. આ ઉપરાંત આ વિસ્તારમાં ઝેરોક્ષ મશીન તેમજ પ્રાઇવેટ ફેકસ મશીનો બંધ રાખવા. પરીક્ષાર્થીઓ અને સુપરવાઇઝરોએ પોતાની પાસે મોબાઇલ કે ગેરરિતી કરવામાં ઉપયોગી ઉપકરણો લઇ જવા પર પ્રતિબંધ ફરમાવેલ છે. હુકમનો ઉલ્લંઘન કરનાર શખ્સ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર ઠરશે.

સોમવારે ભાવનગર  ખાતે તાલીમ શિબિર

ઉદ્યોગ કચેરી ગાંધીનગર દ્વારા Sellers Side માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. અમરેલી, બોટાદ અને ભાવનગર જિલ્લાની સંયુકત તાલીમ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, પોલીટેકનિક કોલેજ નજીક, વિદ્યાનગર, ભાવનગર ખાતે તા.૧૭ના સોમવારે સવારે ૧૧ વાગ્યે યોજાશે.

આ તાલીમમાં Sellers તરીકે Gem પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા અંગે તથા અન્ય જરૂરી વિષયની અગત્યની તાલીમ આપવામાં આવશે. સંબંધિત તમામ કચેરીઓ સાથે સંકળાયેલ સપ્લાયર્સ તથા ઉત્પાદકને આ તાલીમમાં ઉપસ્થિત રહેવા, નાયબ ઉદ્યોગ કમિશનર  અને જનરલ મેનેજરશ્રી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર-અમરેલીની યાદીમાં જણાવવામાં આવ્યું છે. (૨૧.૨)

(10:03 am IST)