Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

લખતર અને મુંદ્રા પંથકમાં ૩૮ પશુઓના મોત

કારેલા ગામે ખોરાકમાં ઝેરી વસ્તુ આવી ગયાનું તારણ : કચ્છમાં જુવારનો લીલો ચારો ખાતા ૬૫ પશુઓ બેભાન

વઢવાણ તા. ૧૫ : ગાયો અને ભેંસો પોતાનું પેટનો ખાડો પૂરવા માટે વગડા અને ગૌચર જમીનનો સહારો મેળવી રહા છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના સરા મા ગઈ કાલે એક ગાય કૂવા મા ખાબકી હતી ત્યારે જીવદયા પ્રેમીઓ દ્વારા તેને બચાવી લેવા મા આવી હતી. ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કરેલા ગામે ગૌચર જમીન ઉપર ગોવાળ ગામની સીમમા ભઠ્ઠા વળી જમીન ઉપર ગાયો ચારી રહી હતી ત્યારે અચાનક કોઈ કારણો સાર ૩૦થી વધુ ગાયોના મોત નીપજયા હતા.

લખતરના કારેલા ગામે સીમમાં ગામ ગોવાળ ગામની સિમમાં ગામની ગાયો ચરાવવા લઈ ગયેલ ત્યારે ભાઠા વાળા ખેતર માં ગાયો ચરી રહી હતી ત્યારે ગાયોના ખોરાક મા કાંઈક આવી જતા ગાયોને મીણો ચડી જતા આશરે ૩૦થી વધારે ગાયોના મોત થઈ ગયા હતા ત્યારે આ વાતની જાણ સુરેન્દ્રનગર કલેકટર સુધી પહોંચી જતા લખતર નાયબ મામલતદાર ટીડીઓ અને વેટનરી ડોકટર સહિતનો સરકારી સ્ટાફ ઘટના સ્થળે જવા રવાના થઈ ગયેલ છે. જયારે આ બનાવ બપોર બાદ થવા પામેલ છે. આ ઘટનામાઙ્ગગાયોના મોત શા માટે થયા અને કેમ થયા તે અંગે લોકો મા વિવીધ ચર્ચા એ જોર પકડેલ છે સાચુ કારણ પી.એમ રિપોટ આવીજાય પછી ખબર પડે ગામ મા ૩૦ ગાયો ના મોત થી માલધારી ઓ મા રોષ ફેલાયો છે એક બાજુઙ્ગ અછત ના લીધે પશુ ઓ ને પુરતો ધાસચારો મલતો નથી અને બિજી બાજુ પશુ ઓઙ્ગ સિમમા જે કાઇ મળે તે ખાઈ લે છે અનેઙ્ગ અચાનક પશુઓના મોત થવા પામતા નાના ગામ મા માલધારીઓમા રોષ ફેલાયો છે માલધારી ઓ ની રોજગારી આ પશુઓ પર છે. તંત્ર આ બનાવ ની સાચી તપાસ કરી માલધારીઓને કોઇ રાહત મલે તેવી લોક માંગ ઉઠી છે.

ગઈ કાલે સાંજે સુરેન્દ્રનગર જીલ્લાના લખતર તાલુકાના કરેલા ગામની ગોવાળ સીમમા ચરી રહેલી ૩૦થી વધુ ગાયોના મોત નીપજયા હતા. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના જીવદયા પ્રેમીઓમા રોષ ફેલાયો હતો ત્યારે એક સાથે ૩૦ ગાયો ના મોત થી સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે.

સુરેન્દ્રનગર જીલ્લામા ગત વર્ષે ચોમાસુ નબળું રહ્યુ છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના પશુ ઓ માટે ખૂબ આ ચાલુ વર્ષે મોળું રહ્યુ છે ત્યારે પેટ નો ખાડો પૂરવા પશુઓ ગમે તે જગ્યા એ ચરી ફરીને પોતાનું પેટ ભરે છે ત્યારે ગઈ કાલે કરેલાં ને ગોવાળ સીમ મા એક સાથે ૩૦ ગાયોના મોત નીપજયા હતા ત્યારે પ્રથામિક તપાસ મા ઝેરી ખોરાક ખાવાથી મોત નીપજયા હોવાનું અધિકારીઓ દ્વારા જાણવામાં આવી રહું છે ત્યારે સાચી ખબર આ ગાયોના પીએમ બાદ ગાયોના મોતનું કારણ ખુલશે તેમ હાલ જાણવા મળી રહ્યું છે.

ભુજ

 ભુજ : દુષ્કાળના સમયમાં ખાસ કરીને મકાઈનો લીલો ચારો આપતી વેળાએ પશુઓને આફરો ન ચડે તે માટે પશુપાલન વિભાગ દ્વારા સાવચેતી રાખવાની સૂચના વારંવાર અપાઈ રહી છે. તે વચ્ચે મુન્દ્રા તાલુકાના કાંડાગરા ગામે લીલો ચારો ખાધા બાદ એકાએક પશુઓ બેભાન થવા માંડ્યા હતા.

ગામની પાસે જ આવેલ ખાનગી વીજ કંપની ટાટા પાવર દ્વારા પશુઓને દુષ્કાળ ના સમયમાં નિરણ અપાતી વેળાએ આ ઘટના બની હતી. જુવારનો લીલો ચારો ખાધા બાદ ૬૫ જેટલા પશુઓ મોઢા માં ફીણ સાથે બેભાન થવા માંડતા તાત્કાલિક મુન્દ્રા પશુપાલન અધિકારીને જાણ કરાતા પશુ ચિકિત્સકો દોડી આવ્યા હતા. તાત્કાલિક સારવાર અપાયા બાદ મોટા ભાગના પશુઓ બચી ગયા હતા પણ ૮ ભેંસોનું મોત નીપજયું હતું.

(12:26 pm IST)