Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

જામનગર STના વિભાગીય નિયામકના પરિવારના સભ્ય સામે ગંભીર આક્ષેપની કલીપ વાયરલ કર્યા બાદ જામનગર ST ના વિભાગીય યાંત્રિક અધિક્ષક આર.વી. માલિવાડ અને પાલનપુરના ડીસા ડેપોના આર્ટ સી મિકેનિકલ મહેશ ઠાકોરને સસ્પેન્ડ કરાયા

ST ના સસ્પેન્ડ થયેલા જામનગર ડિવિઝનના વર્કશોપ સુપરવાઈઝર રમેશ માલિવાડ અને બન્ને કર્મચારીઓને સસ્પેન્ડ કરતા ઓર્ડર દ્રશ્યમાન થાય છે.

(તસવીરો:કિંજલ કારસરીયા, જામનગર)

ગત તા.12 ડિસેમ્બરના જામનગર એસ.ટી.ના વર્કશોપ સુપરવાઇઝર પીધેલા ઝડપાયા હતા. એસ.ટી.ના સુપરવાઈઝર રમેશ માલીવાડ પોતાના જ એસ.ટી.ના સરકારી ક્વાર્ટરમાં ભર બપોરે દારૂ પીધેલી હાલતમાં પોલીસને હાથે ચડી ગયા હતા જામનગરની સીટી-એ ડિવિઝન પોલીસ એસટી વિભાગના સરકારી ક્વાર્ટરમાં જ્યારે ગઈ હતી ત્યારે પોલીસ કર્મીઓને રમેશ વી. માલિવાડ જે જામનગર એસટી ડિવિઝનમાં વર્કશોપ ની અંદર સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા હોય તેઓ પરમિટ વગર નશો કરેલી હાલતમાં અને દારૂ પણ તેમના કબજામાંથી પોલીસે કબજે કર્યો હતો. આ ઘટનાની પાછળ પણ એક મોટી અને રહસ્યમય ઘટના હતી.

જામનગર એસ.ટી.ના વિભાગીય નિયામક એમ ડી રાવલ સામે એસ.ટી.ના ઓફિસર અને બીજા કેટલાક વોટ્સએપ ગ્રુપમાં જામનગર ડિવિઝનના જ વર્કશોપ સુપરવાઇઝર રમેશચ માલીવાડ અને ડીસા ST ના  આર્ટ સી મિકેનિકલ મહેશ એમ.ઠાકોરની 8 મિનિટ 53 સેકન્ડ ની ટેલિફોનિક વાતચીતનો સનસનીખેજ ઓડિયો ક્લિપ વાઇરલ કરાઈ હતી. આ ઓડિયો ક્લિપમાં વિભાગીય નિયામક રાવલના પરિવારના સભ્યો ને લઈને કેટલીક ઘટસ્ફોટ અને વિવાદાસ્પદ વાતો નો ટેલિફોનિક ઓડિયો શેર કરાયો હતો.

આ ઓડિયો માં જણાવ્યા અનુસાર વિભાગીય નિયામક રાવલ દ્વારા વરશોપ સુપરવાઈઝર માલીવાડ ને બે મેમા અપાતા ગિન્નાયેલા  માલીવાડ એ અન્ય કર્મચારી સાથે કેટલાક અંગત સંબંધોની વાતચીત પણ કરી હતી. આ દરમિયાન આ વાતચીત ના કેટલાક અંશોમાં રાવલની અંગત રીતે મોજશોખની વાતોનો ઉલ્લેખ કરાયો હતો.

આ ઘટના બાદ વર્કશોપ સુપરવાઈઝર રમેશચંદ્ર માલિવાડની સામે પોલીસમાં અરજી પણ કરાઈ હતી. અને આ અરજીના તપાસ દરમિયાન જ વર્કશોપ સુપરવાઈઝર માલિવાડ જ નશો કરેલી હાલતમાં પોલીસને હાથે ચડતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. અને આ ઘટના બાદ આજે એસટી વિભાગે પણ ફરી રમેશ માલિવાડ અને તેની સાથે વાતચીતનો ઓડિયો વાયરલ થયેલ તે મહેશ ઠાકોરને સસ્પેન્ડ કર્યા છે.

વર્કશોપ સુપરવાઈઝર માલિવાડ અગાઉ પણ 2 જૂનના રોજ વિભાગીય નિયામક તરીકે ફરજમાં હતા. ત્યારે મહિલા કંડકટર પાસે બિભત્સ માંગણીઓ કરવા સબબ  પણ ખાતાકીય સજા કરાઈ હતી. ત્યારે ફરીથી જામનગરમાં પણ વિભાગીય નિયામક સામે આક્ષેપબાજી કરતા પોલીસ ઝપટે અને બાદમાં હવે પાછા એસટી તંત્રના સસ્પેન્સનો ભોગ બન્યા છે.

જામનગર ઉપરાંત સમગ્ર ST વિભાગમાં આ સમગ્ર મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.

(5:51 pm IST)