Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

જામનગર કોર્પોરેશનની બિલ્ડીંગો અને જાહેર સ્થળોએ વેકિસન ન લેનારને પ્રવેશ ઉપર પ્રતિબંધ

અત્યાર સુધીમાં ૭૭પ૧૭૮ લોકોને ડોઝ અપાયાઃ વેકિસનને વેગવંતુ કરવા નિર્ણય

રક્ષણ મળે તે માટે મોટા પાયે વેકસીનેશનની કામગીરી ચાલી રહેલ છે. તેમજ અત્યાર સુધીમાં જામનગર શહેરના નાગરીકોને કુલ ૭,૭પ,૧૭૮ ડોઝ આપવામાં આવેલ છે. જેમાં પ્રથમ ડોઝ ૪,૪૭,રપ૩ અને બીજો ડોઝ ૩,૦૦,૯૪પ આપવામાં આવેલ છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ લોકોને કોવિડ-૧૯ વેકસીન મળી રહે તે માટે મહત્તમ પ્રયત્નો કરવામાં આવી રહેલ છે. તમામ અર્બન હેલ્થ સેન્ટર, કોમ્યુનીટી હોલ, શાળાઓમાં, સ્લમ વિસ્તારમાં જઇને વેકસીનની કામગીરી હાથ ધરવામાં આવે છે. તેમજ જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના ૧૮ વર્ષથી વધુ ઉપરના તમામ વ્યકિતઓને ૧૦૦% પ્રથમ ડોઝ મળી રહે તેના ભાગરૂપે વેકસીન મહાઅભિયાન પણ કરવામાં આવેલ છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા કાર્યરત સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ લાખોટા મ્યુઝિયમ, રણમલ લેક, તમામ સીવીલ સેન્ટર, વોર્ડ ઓફિસમાં કાર્ડ સેન્ટર, આધાર કાર્ડ સેન્ટર, શહેરમાં આવેલ જુદા-જુદા ગાર્ડન અને જામનગર પાલિકાની તમામ બિલ્ડિીંગમાં પ્રવેશ પહેલા કોવિડ વેકસીનેશનના સર્ટિફીકેટ બાબતે આગ્રહ રાખવામાં આવશે. આમ કોવિડ-૧૯ વેકસીનેશન માટે લાયકાત ધરાવતા ૧૮ વર્ષથી વધુ ઉંમરના જે લોકોએ પ્રથમ ડોઝ લીધેલ ન હોય તેમજ જેઓ બીજા ડોઝની પાત્રતા ધરાવતા હોય તેમ છતાં પણ બીજો ડોઝ ન લીધેલ હોય તેવા વ્યકિતઓને ઉપરોકત જગ્યાએ પ્રવેશ આપવામા આવશે. નહી.

આમ, જામનગર શહેરની જનતાને પોતાના રહેણાંક વિસ્તારમાં અને ધંધાકીય એકમો સાથે સંકળાયેલા તમામ વ્યકિતઓ વેકસીન મેળવી લે તે સુનિશ્ચિત કરવા જણાવવામાં આવે છે.

(3:20 pm IST)