Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

જામનગરમાં જાહેર રોડ ઉપર દબાણ કરીને ઉભી રખાતી ઇંડા આમલેટની લારીઓ દુર કરીને આવારા તત્વોના ત્રાસથી મુકત કરો

જીલ્લા રાજપુત સમાજ સમુહલગ્ન સમિતિના પ્રમુખ ભરતસિંહ જાડેજાની મેયરને રજુઆત

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર તા.૧૬ : જામનગર જીલ્લા રાજપુત સમાજ સમુહલગ્ન સમિતિના પ્રમુખ ભરતસિંહ  કે. જાડેજાએ મેયર બીનાબેન  કોઠારીને પત્ર પાઠવીને જાહેર રોડ ઉપર દબાણ કરી ઉભી રહેતી ઇંડા આમલેટની રેકડી તથા ત્યાં  આવતા આવરા તત્વોના ત્રાસમાંથી સામાન્ય જનતાને મુકત કરવા માંગણી કરી છે.

જામનગર મહાનગર પાલિકા વિસ્તારમાં રામેશ્વરનગર રામેશ્વર મંદિર વિકાસ રોડ સરદારભુવન તથા આ રોડ ઉપર મેડીકલ કવાર્ટર આવેલ છે અને મેડીકલ કવાર્ટરની નજીકમાં સીટી બસ સ્ટોપ આવેલ છે. સીટી બસ સ્ટોપની સામે રપ ફૂટ દુર એક ઇંંડાની રેકડી આવેલ છે. જે સાંજના પાંચ વાગ્યે શરૂ થાય છે અને રાતના ૧૧-૧ર વાગ્યા સુધી સતત ચાલુ રહે છે અને રેકડીની આજુબાજુ ટેબલ ખુરશી રાખી વેપાર કરે છે અને તેમાં પુરૂષ ગ્રાહકો આવતા હોઇ  છે અને અમુક ગ્રાહકો નાસાકારક દ્રવ્યો લઇને પણ આવે છે અને આ જગ્યાએથી ૧રપ મીટર દુર શ્રી રામેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે તથા ૧રપ મીટર દુર બીજી તરફ હનુમાનજી મહારાજનું મંદિર આવેલ છે તથા ત્યાં નજીકમાં સરદારભવન આવેલ છે. તેમાં કપડા, મેડીકલ, બુક સ્ટોર વગેરે દુકાનો તથા જૈનમ ટયુશન આવેલ છે. આ ટયુશન કલાસમાં છોકરા-છોકરીઓ અંદાજે પ૦૦ થી ૭૦૦ અભ્યાસ માટે આવે છે અને રામેશ્વર મંદિરની બાજુમાં ૮ થી ૧૦ બકાલા ફ્રુટની રેકડીઓ આવેલ છે. આ ટયુશન કલાસમાં છોકરા-છોકરીઓ અંદાજે પ૦૦ થી ૭૦૦ અભ્યાસ માટે આવે છે અને રામેશ્વર મંદિરની બાજુમાં ૮ થી ૧૦ બકાલા ફુટની રેકડીઓ આવેલ છે અને આ તમામ જગ્યાએ મહિલાઓની સતત અવર જવર રહે છે અને જયાં ઇંડાની રેકડી ઉભી રહે છે તે રોડ વિકાસગ્રહથી રામેશ્વરનગર જતો રોડ છે અને શહેરમાંથી સોસાયટી તરફ જતો રસ્તો પસાર થાય છે તથા રેકડીની સામે સીટી બસ સ્ટોપ છે. ત્યાંથીજામનગર શહેરમાં સીટી બસો ઉપડે છે અને  ત્યાં મહિલા મુસાફરોની અવર જવર સતત થતી રહે છે અને આ ઇંડાની રેકડીની હિસાબે ઉપરોકત જગ્યાએ આવતા લોકોને ત્રાસરૂપ થાય છે અને લોકો ત્રાહિમામ પોકારી ગયેલ છે. અને આ અગાઉ પણ આ બાબતે અવાર નવાર રજુઆતો કરવા છતા કોઇ નકકર પરિણામ આવેલ નથી. તેથી કાયમી ધોરણે આ ઇંડાની  રેકડી દુર કરવામાં યોગ્ય કાર્યવાહી કરવામાં વિનંતી છે. આ ઉપરાંત જામનગર શહેરમાં અનેક રહેણાંક વિસ્તારોમાં આવી લોકોને ત્રાસરૂપ ઇંડાની તથા નોનવેજની રેકડીઓ કાયમી ધોરણે દુર કરવા યોગ્ય કાર્યવાહી કરવા તથા આદેશ કરવા વિનંતી છે. અમે આશા રાખીએ છીએ કે આ બાબતે પરિણામલક્ષી કામગીરી થશે અને રાજકોટ શહેર, વડોદરા શહેર, ગાંધીનગર શહેર વગેરે જગ્યાએ આ બાબતે કડક કાર્યવાહી થયેલ છે. તો અત્રે પણ કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.

(1:10 pm IST)