Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

પોરબંદરમાં વાહનોનું સઘન ચેકીંગ

 પોરબંદર : જીલ્લામાં ટ્રાફીક નિયમનનું ચુસ્તપણે પાલન થાય તેમજ નાગરીકો ટ્રાફીકનાં નિયમોનું પાલન કરે તે હેતુથી પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો. રવિ મોહન સૈની નાઓની સુચના મુજબ ટ્રાફીક ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ જેમાં જીલ્લાનાં પોલીસ સ્ટેશનના અધિકારીશ્રી, કર્મચારીઓ દ્વારા સઘન વાહન ચેકીંગ કરવામાં આવેલ અને વાહન ચેકીંગ દરમ્યાન પોલીસ ડોગસ્કોડના ડોગને સાથે રાખી વાહનો ચેક કરવામાં આવેલ. તેમજ આ ડ્રાઇવ દરમ્યાન પોલીસ દ્વારા ટ્રાફીક નિયમના ભંગ બદલ દંડ, વાહન ડિટેઇન, મોટર વ્હીકલ એકટ મુજબના કેસો કરવામાં આવેલ છે. તેમજ પોલીસ દ્વારા પ્રજા અને પોલીસ વચ્ચે મૈત્રીભર્યુ વાતાવરણ જાળવાઇ રહે અને લોકોમાં ટ્રાફીકના નિયમન અંગે જાગૃતતા આવે તે હેતુથી લોકોમાં ટ્રાફીકના નિયમોની જાણકારી પણ આપવામાં આવેલ છે. વાહનોનના ચેકીંગની તસ્વીરો.

(12:54 pm IST)