Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

સમાજના વડવાની ખાંભી ઉપર સ્ત્રીના કપડા પહેરાવવામાં આવ્યા ! : એક મહિલા સહિત પાંચના મુંડન કરાવી જાહેર સરઘસ કાઢવા માંગ,બનાવનું કારણ અકબંધ !

બાબરા દેવીપુજક પરિવાર ના કુળદેવના ધાર્મિક મઢમાં ગૌમાંસ સહિત મેલું નાખનારાને ઝડપી પાડવા સૌરાષ્ટ્ર દેવીપુજક સમાજ દ્વારા રેલી યોજી આવેદન

 (દિપક કનૈયા દ્વારા)બાબરા,તા.૧૫ : બાબરા શહેરમધ્યમાં આવેલ દેવીપુજક સમાજના કાવઠીયા કુટુંબના કુળદેવોના સ્થાનક માં એક મહિલા સહિત પાંચ શખ્સો દ્વારા દેવીપુજક કાવઠીયા પરિવાર ની ધાર્મિક લાગણી દુભવવાના ઈરાદા થી ગૌ વંશની હત્યા કરી અને મઢ મંદિરમાં ગૌ માંસ સહિત ગૌવંશ ચામડું ફેકી તેમજ મઢ અંદર રહેલી ધાર્મિક ખાંભી ઉપર સ્ત્રી ના કપડા પહેરાવી દેવામાં આવતા કાવઠીયા પરિવાર સહિત સમસ્ત દેવીપુજક સમાજ માં ભારે રોષ સાથે આજે ૪૦૦ જેટલા સ્ત્રી પુરૂષો દ્વારા રેલી કાઢી અને તાલુકા મામલતદાર કચેરી તેમજ પોલીસ મથક ખાતે આવેદન આપી ધાર્મિક લાગણી દુભવનારા સામે પગલા ભરવા માંગ ઉઠાવવામાં આવી છે

  મળતી માહિતી મુજબ બાબરા ગરીયાળા ચોક નજીક આવેલ કાવઠીયા પરિવાર ના ધાર્મિક સ્થાનમા ઉમેશ અમરા વડદોરીયા, રાકેશ અમરા, નરેશ અમરા, ઋત્વિક ઉમેશ, સહિત મહિલા શારદા ઉમેશ રે. બાંભણીયા તા.મોટીકુંકાવાવ મળી કુલ પાંચ લોકો દ્વારા ગાય ની હત્યા કરી ચામડું તેમજ વિવિધ અવયવો મઢમાં ફેકી તથા ધાર્મિક જગ્યા આવેલ દેવ ખાંભી ઉપર મહિલા વર્ગ ના કપડા પહેરાવી દેવા માં આવ્યા હતા અને આવું હીન કૃત્ય કરનારા પણ અન્ય સમાજના નહી પરંતુ દેવીપુજક જ્ઞાતિના અને બાંભણીયા તા.મોટીકુંકાવાવ રહેતા અલગ પરિવારના હોવાનું જાણવા મળેલ છે સૌરાષ્ટ્ર દેવીપુજક ફેડરેશન બોટાદના નેજા હેઠળ અપાયેલા આવેદનમાં બનાવ અંગે કોઈ કારણ દર્શાવવામાં આવેલ નથી અને મહિલા સહિત પાચ ઈસમો સામે થયેલી રજુઆતમાં આ અંગે પોલીસમાં જાણ કરી હોવાની સાથે તમામનું મુંડન કરી જાહેર સરઘસ કાઢવા ઉપસ્થિત મહિલા પુરૂષો દ્વારા માંગ ઉઠાવી છે.

(11:53 am IST)