Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

રાજકોટ જીલ્લાના રફાળા, બડેલા, જામગઢ વગેરેમાં વિકાસકામોનું ખાતમુર્હુત

રાજકોટ : જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદરે જણાવાયું છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની કેન્દ્ર સરકાર અને રાજયના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલની નેતૃત્વવાળી ગુજરાતની ભાજપ સરકાર કોઇપણ માનવી પ્રાથમીક સુવિધાઓથી વંચિત ન રહે તે દિશામાં ગુજરાતની ભાજપ સરકાર કામ કરી રહી છે. રાજકોટ જિલ્લાના વિવિધ ગામોમાં વિકાસ કાર્યોની વેગવંતા બનાવ્યા હતા. આ તકે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મંજુર થયેલ રૂ.૧૪ર.પ૦ લાખના ખર્ચે રાજકોટ જિલ્લાના રફાળા, જામગઢ, બેડલા, ડામર રોડનું તેમજ જલ જીવન મિશન અંતર્ગત વાસ્મો દ્વારા મંજુર થયેલ ૧ર.૬૬ લાખના ખર્ચે બેડલા તથા ર૪.૯૮ લાખના ખર્ચે લાખાપર ગામે પાણીની પાઇપલાઇન તથા સમ્પના કામોનું સાંસદ મોહનભાઇ કુંડારીયા તથા ભુપતભાઇ બોદરના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યંુ. આ પ્રસંગે બાબુભાઇ નસીત રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ, સવિતાબેન ભરતભાઇ મકવાણા જીલ્લા પંચાયત સદસ્ય, મહેશભાઇ આસોદરીયા તાલુકા  કિસાન મોરચા પ્રમુખ ગૌરવસિંહ જાડેજા તાલુકા ભાજપ મહામંત્રી ભીખાભાઇ ગોવાણી તાલુકા પંચાયત સદસ્ય, બેડલા સરપંચ કિશોરભાઇ બોદર, મેસવડા, સરપંચ હસમુખભાઇ લીંબાસીયા, જામગઢ સરપંચ ધુસાભાઇરાજાણી, બારવણ ઉપસરપંચ પાંચાભાઇ ભડાણીયા, લાખાપર સરપંચ કાનજીભાઇ કુમરખાણીયા, કેયુરભાઇ ઢોલરીયા, કેતનભાઇ કાનાણી,  દિપકભાઇ ધાડવી, શામજીભાઇ ધાડવી, દેવાયતભાઇ હુંબલ, મગનભાઇ જયસુખભાઇ ધાડવી, મનીષભાઇ રાતડીયા, વિશાલભાઇ અજાણી ઉપરાંત સુરેશભાઇ જાદવ, ભગવાનજીભાઇ જીંજરીયા, વિઠલભાઇ બોદર, પરશુરામભાઇ દેસાણઇ, અરજણભાઇ બોદર, નાથાભાઇ સોરાણી, મુળજીભાઇ બોદર, વિઠલભાઇ દેવજીભાઇ બોદર, વલ્લભભાઇ મકવાણા, હકાભાઇ સોરાણી, અજયભાઇ સોરાણી, ગેલાભાઇ કિહલા, ખોડાભાઇ કિહલા, ધનાભાઇ રાઠોડ, ભીખાભાઇ ધનવાણીયા, મહંત મનુબાપુ, દેવાભાઇ ચાઉં, શ્રી સંજયભાઇ મોલીયા વગેરે આગેવાનો ઉપસ્થત રહયા હતા.

(11:15 am IST)