Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

ગીરગઢડાના લીંબાળીમાં વાડીમાં ઝેરી દવા પી લેનાર મહેશનું રાજકોટમાં મોત

બે મહિના પહેલા છુટાછેડા થઇ જતા લાગી આવતા યુવાને પગલુ ભર્યુ હોવાનું ખુલ્યુ

રાજકોટ તા. ૧૬ : ગીરગઢડા તાલુકાના લબિંાળી ગામમાં રહેતા  યુવાને ગામ પાસે વાડીમાં ઝેરી દવા પી લેતા તેનું રાજકોટમાં સારવાર દરમિયાન મોત નીપજયુ હતુ.

મળતી વિગત મુજબ લીંબાળી ગામમાં રેહતો મહેશ ગોરધનભાઇ ઝાપડીયા (ઉ.વ.ર૧) ત્રણ દિવસ પહેલા ગામ પાસે આવેલી પોતાની વાડીએ હતો. ત્યારે જીવાંત મારવાની દવા પી લીધી હતી.  બાદ તેને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં તેનું ગઇકાલે સારવાર દરમિયાન મોત નીપજયુ હતુ. મૃતક મહેશ મજુરી કામ કરતો, બે મહિના પહેલા તેના છુટાછેડા થઇ જતા લાગી આવતા તેણે આ પગલું ભર્યુ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ. રવિભાઇ તથા રાઇટર હરવિજયસિંહ સહિતે પ્રાથમીક કાગળો કરી ગીરગઢડા મોકલવા તજવીજ હાથ ધરી છે.

(11:15 am IST)