Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

હળવદના સુરવદરના અસ્‍મીતાબેનનું પતિના બાઇક પાછળથી પડી જતાં મોત

પટેલ મહિલાએ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દમ તોડયોઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૬: હળવદના સુરવદર ગામના પટેલ મહિલાનું પતિના બાઇક પાછળથી પડી જતાં મોત નિપજ્‍યું હતું.સુરવદર રહેતાં અસ્‍મીતાબેન બાબુભાઇ હળવદીયા (ઉ.વ.૫૦) ચારેક દિવસ પહેલા ઘરેથી પતિ બાબુભાઇના બાઇક પાછળ બેસી ખેતરે જવા નીકળ્‍યા ત્‍યારે રસ્‍તામાં બેલેન્‍સ ગુમાવતાં બાઇક પાછળથી પડી જતાં ઇજા થઇ હતી. તેમને મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ ગત મોડી રાતે તેણે દમ તોડી દેતાં હોસ્‍પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ મોરબી પોલીસને જાણ કરી હતી. મૃતકના પતિ ખેતી કરી ગુજરાન ચલાવે છે. આ બનાવથી પરિવારમાં શોક  છવાઇ ગયો હતો.

 

(11:03 am IST)