Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

જસદણના રામેશ્વર મંદિરે તુલસી વિવાહની ઉજવણી

જસદણ : જસદણના ગોખલાણા રોડ ઉપર આવેલ રામેશ્વર મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષ પણ ભવ્ય ૨૪ મો તુલસી વિવાહ સમારોહ યોજાયો. જેમાં શ્રી ઠાકોરજીની જાનમા ખડવાવડી ગામેથી આશરે ૩૦૦૦ લોકો આવ્યા હતા અને બે હજાર જેટલા સ્થાનિક લોકો આમ શહેરના બાયપાસ રોડ એકતા પેટ્રોલિયમ થી રામેશ્વર મંદિર સુધી વાહનોની અને લોકોની કતારો લાગી હતી અને તુરંત પોલીસ પણ દોડી આવી હતી ટ્રાફિક નિવારવા પ્રયત્નો કર્યા હતા જસદણના રામેશ્વર મંદિર ખાતે સમસ્ત ગ્રામજનો ઉત્સાહ અને ઉમંગથી જોડાયેલા હતા આ વિવાહ સમારોહમાં જુનાગઢ ત્રીસ પગથિયા આશ્રમના રામગીરીબાપુ, સરધાર આશ્રમથી હરિગીરીબાપુ, રાજુલા ચાંડલો ડુંગર ખોડલ મંદિરથી જગદીશગીરી તેમજ હરતા-ફરતા હનુમાન મંદિરના મહંત પાર્વતીગીરી અને પુરી માતાજી તેમજ દેવનાથજીબાપુ રામળીયાઙ્ગ અને જસદણ મોટા રામજી મંદિરના નાના મહંતશ્રી અને જસદણના નાના રામજી મંદિરના જનકદાસબાપુ અને અન્ય દ્યણા બધા સંતો-મહંતો તેમજ રામેશ્વર મંદિરના પુજારી ભીખુગીરીબાપુ તેમજ જયગીરીબાપુએ તેમની યાદીમાં જણાવેલ છે.આ ઉપરાંત જસદણ શહેર નગરજનો તેમજ આજુબાજુના ગામના ગ્રામજનો ઉસ્તાહથી ઉમટી પડેલ તેમજ વિવિધ વિભાગના રાજકીય ઉધોગકારો વેપારીઓ અધિકારો અને કર્મચારીગણ પણ હાજર રહેલા તેમજ આ મંદિરમાં છેલ્લા અઢાર વર્ષથી અન્નશેત્ર કાર્યરત છે તેમજ દરરોજ પક્ષીઓ માટે બે બોરી ચણ નાખવામાં આવે છે અને સાઈઠથી વધારે ગાયોને નીણ નાખવામાં આવે છે અને હાલ અહીં રામેશ્વર વૃદ્ઘાશ્રમ નું નિર્માણ કાર્ય પણ થઈ રહ્યું છે તેમજ વિવિધ સેવાકીય અને ધાર્મિક કાર્યો કરવામાં આવે છે તેમ રામેશ્વર યુવક મંડળના અગ્રણીઙ્ગ ભરતભાઇ છાયાણીએ જણાવેલછે.આ આયોજન શ્રી રામેશ્વર મહાદેવ સેવક મંડળ-જસદણ, શ્રી રામેશ્વર મહિલા સત્સંગ મંડળ-જસદણ, શ્રી સ્વર્ગીય ગૌ ભકત અનુભગત જીવદયા મિત્ર મંડળ-જસદણ તરફથી કરવામાં આવેલ. આ વિવાહ સમારોહનું સ્ટેજ સંચાલનઙ્ગ ભાવેશભાઈ છાયાણી અને એડવોકેટ-પ્રકાશ પ્રજાપતી દ્વારા કરવામાં આવેલ હતુ. (તસ્વીર-અહેવાલ : નરેશ ચોહલીયા-જસદણ)

(10:47 am IST)