Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

સોમનાથ મહાદેવને વર્ષની પહેલી ધ્વજા સુરક્ષા વિભાગ અને SRP દ્વારા ચડાવાઈ

ઢોલ શરણાઈ સાથે ધ્વજારોહણ કરી વિશ્વ કોરોનમુક્ત થાય તેવી પ્રાર્થના કરી

સોમનાથ મહાદેવને નૂતન વર્ષ વિક્રમ સંવત 2077ના પ્રથમ દિવસે સોમનાથ મંદિર સુરક્ષા વિભાગ અને SRP બટાલિયન 14 દ્વારા સોમનાથ મંદિરમાં પ્રથમ ધ્વજારોહણ કરાયું હતું. સોમનાથ સુરક્ષામાં ફરજ બજાવતા SRP પોલીસ સહિત સ્ટાફે ઢોલ શરણાઈ સાથે ધ્વજારોહણ કરી વિશ્વ કોરોનમુક્ત થાય અને સમગ્ર દેશ અને વિશ્વનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરી હતી

  સોમનાથ મંદિર સુરક્ષાની દ્રષ્ટિએ Z+ કેટેગરીમાં આવતું હોવાથી ત્યાં ફરજ બજાવતા હાલ SRP ગ્રૃપ-14ના જવાનો સાથે મંદીર સુરક્ષા DYSPના યજમાન પદે સૌ પોલીસ જવાનોએ સોમનાથ દાદાને ધ્વજા રોહણ કરી ધન્યતા અનુભવી હતી. સાથે જ સમગ્ર રાષ્ટ્રની સલામતી સુખાકારી સાથે કોરોના મુક્તીની પ્રાર્થના કરી હતી

(11:29 pm IST)