Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

હળવદ હાઈવે પર ૨૦થી વધુ લોકો અકસ્માતનો ભોગ બન્યા

હળવદ,તા.૧૬: શહેરના હાઈવે પર આવેલ માર્કેટીંગ યાર્ડ પાસે એલ એન્ડ ટી દ્વારા પાછલા બે મહિનાથી રોડ ખોદી નાખવામાં આવ્યો છે જેનું આજની નહીં કરતા અવાર નવાર અકસ્માતના બનાવો બનવા પામ્યા છે તેમ છતાં પણ એલ એન્ડ ટી દ્વારા રોડ નું રીપેરીંગ કામ કરવામાં આવતું નથી જેના કારણે વાહનચાલકોમાં ભારે રોષ ફેલાયો છે

હાઈવે પર આવેલ માર્કેટીંગ યાર્ડ પાસે રોડની એક સાઈડ એલ એન્ડ ટી દ્વારા રીપેરીંગ અર્થે ખોદી નાખેલું હોય જેનો આજ દિન સુધી પૂરાં કરવામાં આવ્યું નથી જેના કારણે દિવસ તેમજ રાત્રીના અકસ્માતો બનવાના બનાવો મોટા પ્રમાણમાં બની રહ્યા છે તેમ છતાં પણ આજદિન સુધી એલ એન્ડ ટી દ્વારા આ રોડનું પૂરાં કરવામાં આવ્યું નથી જેને કારણે વાત પસાર થતાં વાહનચાલકો પણ ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે તેમ જ અકસ્માતના બનાવમાં પણ નોંધપાત્ર વધારો થતો જોવા મળી રહ્યો છે , ત્યારે રાત્રીના અહીં બે બાઇક સ્લીપ ખાઇ જતાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેથી તેઓને સારવાર માટે સુરેન્દ્રનગર બદલ કરવામાં આવ્યા છે પાંચ દસ દિવસમાં જ અહીં અનેક અકસ્માતો નો લોકો ભોગ બન્યા છે તો બીજીતરફ અકસ્માતના બનાવને પગલે ૨૦ થી વધુ લોકો છેલ્લા દસ દિવસમાં જ ઇજાગ્રસ્તોજેથી ટોલ ઉદ્યરાવવામાં સુરી એલ એન્ડ ટી વહેલી તકે રોડ નું રીપેરીંગ કામ કરી લોકોને અકસ્માત થી બચાવે તેવું વાહનચાલકો જણાવી રહ્યા છે.

(12:09 pm IST)