Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

જસદણના સોમપલપર ગામે જુગાર રમતા ૪ પકડાયાઃ ર શખ્સો છૂ

રાજકોટ તા.૧૬: જસદણના સોમલપર ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા જયારે બે શખ્સો નાસી છૂટ્યા હતા.

જસદણના સોમલપર ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા પી.એસ.આઇ એન.એચ.જોષી તથા પો.કો.પ્રણયભઆઇ સહિતના સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા (૧)રમેશ ભગવાનભાઇ કોળી (૨)અશોક માધાભાઇ કોળી (૩)રમેશ છન્નાભાઇ કોળી (૪)ચંદુ અમરાભાઇ કોળી રે.તમામ સોમલપરને રોકડા રૂ.૧૧૦૬૦ તથા મોબાઇલ મળી કુલ ૧૮ હજારના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

જયારે આ રેઇડ દરમિયાન પ્રવિણ લીંબા સોલંકી તથા મનસુખ ઉર્ફે ટીયો ભુપતભાઈ ઝાલા રે.સોમલપર નાસી છુટતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.

(12:05 pm IST)