Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

ખંભાળીયા પીરલાખાસર ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના મકાનોનું ભૂમિપૂજન સંપન્ન

દેવભૂમિ દ્વારકા, તા.૧૬: ખંભાળીયા તાલુકાના પીરલાખાસર ગામે પ્રધાનંમંત્રી આવાસ યોજના અંતર્ગત વર્ષ ૨૦૧૯-૨૦માં  મંજુર થયેલ ૨૦ આવાસોનો ભુમીપુજન કાર્યક્રમ સાંસદશ્રી પુનમબેન માડમની ઉપસ્થિતિમાં યોજાયો હતો. ખંભાળીયા તાલુકાના ૬૦ પૈકી પીર લાખાસર ગામના ૨૦ લાભાર્થીઓને આજે સાંસદશ્રી તથા મહાનુભાવોના હસ્તે સનદ તથા વર્કઓર્ડર આપવામાં આવ્યા હતા.

આ તકે સાંસદશ્રી પુનમ બેન માડમે જણાવ્યું કે આવાસ એ માનવીનું અસ્તીત્વ ટકાવી રાખવા માટેની પાયાની જરૂરીયાત છે. ૨૦૨૨ સુધીમાં દરેક લોકોને દ્યરનું દ્યર મળશે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પીરલાખાસર ગામનો આસીપાટ વિસ્તાર જે ગામતળ વિસ્તાર ન હતો ત્યારે નેસમા માલધારીઓ વગેરે રહેતા અને પીવાના પાણીની વ્યવસ્થા ન હતી ત્યારે સાંસદશ્રી પુનમબેન માડમ દ્વારા વર્ષો સુધી પીવાના પાણીની ટેન્કર દ્વારા તેમજ વિજળી પુરવઠાની વ્યવસ્થા કરવામા આવી હતી. આ ઉપરાંત પીરલાખાસરનુ ઉડાફા ગામતળ રાજયસરકાર માંથી મંજુર કરાવવા પણ સાંસદશ્રી પુનમબેન માડમ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં સરપંચશ્રી પીર લાખાસર, અગ્રણી શ્રી સી.આર. જાડેજા, શ્રી મશરીભાઇ નંદાણીયા, પરબતભાઇ ભાદરકા, સહિતના આગેવાનો, લાભાર્થીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા. 

દેવભૂમિ દ્વારકા જિલ્લા રોડ સેફટી કાઉન્સીલની બેઠક મળી

દેવભૂમિ દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાની ડ્રીસ્ટ્રીકટ લેવલ રોડ સેફટી કાઉન્સીલની બેઠક આજે કલેકટરશ્રી નરેન્દ્રકુમાર મીનાના અધ્યક્ષ સ્થાને મળી હતી. બેઠકમાં ગત રોડ રસ્તા પર સાઇન બોર્ડ, સ્પીડ લીમીટના બોર્ડ લગાવવા, રોડ સેફટી એકશન પ્લાન તૈયાર કરવા, પાર્કિંગ એરીયા નકકી કરવા, રખડતા ઢોર પર નિતંત્રણ, અકસ્માત તપાસણી અહેવાલ તૈયાર કરવા, અકસ્માતમા ભોગ બનનારની મદદ કરનારને પ્રોત્સાહિત કરવા, ટ્રાફીક નિયમ ભંગના કેશ કરવા, માર્ગ સલામતની મેળનું આયોજન કરવું વગેરે બાબતે ચર્ચા કરવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી જાની, ડી.વાય.એસ.પી. શ્રી ખટાણા, એ.આર.ટી.ઓ. શ્રી ચૌહાણ વગેરે ઉપસ્થિત રહયા હતા.

(11:59 am IST)