Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

દેવભૂમિ દ્વારકા જિલ્લા સંકલન સહફરિયાદ સમિતિની બેઠકમાં બાકી કામો પૂર્ણ કરવા તાકીદ

દેવભુમિ દ્વારકા, તા.૧૬: દેવભૂમિ દ્વારકા જિલ્લાની સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક આજ રોજ કલેકટરશ્રી ડો.નરેન્દ્રકુમાર મીનાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી, જિલ્લા સેવા સદન, ખંભાળીયાના સભાખંડમાં મળી હતી.

બેઠકમાં સંકલન/ફરિયાદ સમિતિના મુદા જેવાકે, લોકો તરફથી મળેલ અરજીઓનો નિકાલ, નાગરિક અધિકાર પત્ર હેઠળ મળેલ અરજીઓ, પેન્શન કેશ, અવેઇટ કેઇસ, સરકારી લ્હેણાની વસુલાત, કચેરી હસ્તક બાકી રહેલ ખાતાકીય કેઇસો, અન્ય ખાતાના સહકારના અભાવે કચેરીમાં બાકી રહેલ કેસોની વિગત વગેરે પ્રશ્નોનું નિવાસી અધિક કલેકટરશ્રી કે.એમ.જાની દ્વારા વાંચન કરવામાં આવ્યું હતું. તેમજ બાકી રહેતા કેસોની ચર્ચા વિચારણા કરી લગત કચેરીઓને પ્રશ્નોનું તાત્કાલીક નિરાકરણ લાવવા જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પી.એસ.જાડેજા, તરફથી રજુ થયેલ પ્રશ્નોનો લગત વિભાગના અધિકારીઓને સંતોષકારક ત્વરિત નિરાકરણ કરવા કલેકટરશ્રીએ જરૂરી સૂચનો કર્યા હતા. 

જિલ્લા આયોજન કચેરી દેવભૂમિ દ્વારકાને જુદા જુદા કામોની ફાળવેલ ગ્રાન્ટો પૈકી લગત વિભાગ/ કચેરીઓના કયા કયા કામો બાકી છે તેની ચર્ચા કરી આયોજન હેઠળના બાકી રહેતા કામો ઝડપથી પુર્ણ કરવા કલેકટરશ્રીએ સુચનાઓ આપી હતી.  કલેકટરશ્રી ડો. નરેન્દ્રકુમાર મીનાએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કયા કયા ગામોમાં ?કયારે કયારે ?કેટલું પાણી? વિતરણ કરવામાં આવે છે તે વિશે પણ લગત અધિકારીશ્રી સાથે ચર્ચા કરી જરૂરી સુચનો કર્યા હતા. 

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પી.એસ. જાડેજા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી જાડેજા, ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી વાદ્યેલા, કાર્યપાલક ઇજનેરશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રીઓ, ચિફ ઓફિસરો, મામલતદાશ્રીઓ, સહિત સંકલન સમિતિના તમામ અધિકારીશ્રીઓ/પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.

(11:52 am IST)