Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

ધારડી પ્રા.શાળાના વિદ્યાર્થીઓનો શિક્ષણ કાર્યનો બહિષ્કાર

બદલી કરાયેલ શિક્ષકને ફરી મુકવાની માંગ સાથે

તળાજા, તા.૧૬:તળાજા તાલુકા ના ધારડી ગામની પ્રા. શાળા નાશિક્ષક ને બપાડા ગામની પ્રા.શાળા માં થયેલ સામૂહિક ચોરી પ્રકરણ ને લઈ સજાના ભાગરૂપે રૂપે બદલી કરવામાં આવેલ.જેને લઈ ધારડી ગામના લોકો,શાળાના વિદ્યાર્થીઓ એ તંત્રને આપેલ આંદોલન ની ચીમકી ના ભાગરૂપે આજે શાળા ના વિદ્યાર્થીઓ શૈક્ષણિક કાર્યથી અળગા રહ્યા હતા. ગામના લોકોએ જયાં સુધી બદલી કરાયેલ શિક્ષકને પરત મુકવામાં નહિ આવે ત્યાં શુધી શિક્ષણ કાર્ય અચોકસ મુદત સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

દિવાળી વેકેશન પહેલા તળાજા ના બપાડા ગામની પ્રા.શાળાની પરીક્ષા દરમિયાન શાળામાં સામુહિક ચોરી કરાવવામાં આવતી હોવાની ફરિયાદ ના પગલે જિલ્લા પ્રશાશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.જેમાં સામંહિક ચોરી થતી હોવાનંુ તપાસ કર્તાઓને ધ્યાને આવતા અહીં બાહ્ય શિક્ષક તરીકે ફરજ માં મુકાયેલા ધારડી પ્રા.શાળા ના શિક્ષક વિક્રમભાઈ સોલંકી ને પણ દોષિત ઠેરવી તેઓની બદલી કરવામાં આવી હતી.

જેને લઈ શાળાના વિદ્યાર્થીઓ અને ધારડી ગામના લોકોને નિષ્ઠાવાન શિક્ષક વિરુદ્ઘ ખોટા પગલાં ભરવામાં આવ્યા હોવાની લાગણી સાથે રોષ ભભૂકયો હતો. જિલ્લા પ્રા.શિક્ષણ અધિકારીને ગ્રામજનોએ નિર્ણય માં ફેર વિચારણા કરવા અરજ કરી હતી.તેમ છતાંય વિક્રમસંગ સોલંકી ને ધારડી પ્રા.શાળામાં.પરત મુકવામાં ન આવતા આજે શાળાના તમામ વિદ્યાર્થીઓ એ શિક્ષણ કાર્યનો બહિષ્કાર કર્યો હતો.ગ્રામજનોએ પણ આંદોલન નું બ્યૂગલ ફૂંકીને જયાં સુધી શિક્ષક વિક્રમસંગ સોલંકી ને અહીં ફરજ સોંપવામાં નહિ આવે ત્યાં સુધી શૈક્ષણિક કાર્ય થી અળગા રાખવાનો નિર્ણયજાહેર કરવામાં આવ્યો હતો.આવતી કાલે ગ્રામજનો ભાવનગર ડીડીઓ ને આ મામલે.રજુઆત કરવા જવાનું જયરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું.

ધારડી ગ્રામ પંચાયતના સદસ્ય જયરાજસિંહ ગોહિલે જણાવ્યું હતુંકે શિક્ષક વિક્રમસંગ સોલંકી નિર્દોષ છે.ચોરીથતી હોય તેઓએ તત્કિલક બપાડા શાળા ના આચાર્ય નું ધ્યાન દોરયુ હતું. સોલંકી તો અહીં બાહ્ય શિક્ષક તરીકે આવ્યા હતા.આથી તેઓ નિર્દોષ છે. તેઓની સામે ભરવામાં આવેલ પગલું અન્યાયી છે.

ધો.૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી બારીયા વિજય વલ્લભભાઈ એ શાળા માં ઉપસ્થિત વિદ્યાર્થીઓ, વાલીઓ ની રૂબરૂમાં જણાવ્યું હતુંકે વિક્રમસર સોલંકી જયાં સુધી અમારી શાળા માં બદલી થઈ પરત નહિ આવે ત્યાં સુધી અમે શિક્ષણ કાર્યનો બહિષ્કાર કરીશું. આ વાત અમે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને પણ કરી છે.

(11:47 am IST)