Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

ખંભાળીયામાં સતત બીજા દિવસે ટેકાના ભાવે મગફળી ખરીદવાનો વિરોધઃ રસોઇ બનાવીને ખેડુતોએ રોષ ઠાલવ્‍યો

ખંભાળીયા, તા., ૧૬: રાજય સરકાર દ્વારા ગઇકાલથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. પરંતુ તેમાં અવ્‍યવસ્‍થા સર્જાતા ખેડુતોમાં રોષ ફેલાયો છે. આજે સતત બીજા દિવસે દેવભુમી દ્વારકા જીલ્લાના ખંભાળીયાના ખેડેુતોએ મગફળીની હોળી કરીને વિરોધ વ્‍યકત કર્યો હતો.

મગફળીના એક ગુણીમાં ૩૦ કિલો મગફળી લેવાના બદલે ખરીદ કેન્‍દ્રો ઉપર ફરજીયાત ૩પ કિલો મગફળી લેવામાં આવી રહી છે. જેની સામે ખેડુતોએ વિરોધ વ્‍યકત કરીને વેચાણ કરવાનો બહિષ્‍કાર કર્યો હતો.

ખેડુતોએ માર્કેટીંગ યાર્ડ ખાતે મગફળીમાં આગ ચાંપીને તેના ઉપર રસોઇ બનાવીને નવતર વિરોધ કર્યો હતો.

(4:09 pm IST)