Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

ગોંડલમાં મંગળવારથી રામચરિત માનસ જ્ઞાનયજ્ઞ

રામકૃષ્‍ણ શાસ્ત્રીના વ્‍યાસાસને વિવિધ પ્રસંગો ઉજવાશેઃ સાંસ્‍કૃતિક કાર્યક્રમો પણ યોજાશે

  રાજકોટઃ તા.૧૬, સિધ્ધાર્થ નગર અને અજમેરા નગર ભકિત મહિલા મંડળ  દ્વારા ગોંડલ (આશાપુરા ચોકડી) મુકામે તા.૨૦ના મંગળવારથી તા.૨૮ના બુધવાર સુધી શ્રી રામચરિત માનસ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.

 કથામાં વ્યાસપીઠે છોટે મોરારી તરીકે જાણીતા પૂ. રામકૃષ્ શાષાી સવારે થી ૧૨ અને બપોરે થી બિરાજી કથાનુ રસપાન કરાવશે. કથા દરમિયાન રામજન્, રામ વિવાહ, રામેશ્વર સ્થાપના, રામરાજયાભિષેક જેવા પ્રસંગો ધામધુમથી ઉજવાશે. જામખંભાળીયાવાળા ભજનીક શ્રી વિજયભાઇ ગઢવી તેમજ હાસ્યકલાકાર શ્રી મનસુખભાઇ વસોયા જમાવટ કરશે.

 કથાનું દિપપ્રાગ્ટય મહંત શ્રી ગોરધનબાપા (સોનલ આશ્રમ ધામ બાંદ્રા) ના હસ્તે થશે. પ્રસંગે પૂ. શામળદાસબાપુ, પૂ. રમજુબાપુ, પૂ. અલીસાંઇ બાપુપૂભગવાનદાસ બાપુ, નિરંજની વિ. સંતો-મહંતો આશીર્વચન પાઠવશે.

 ભાવિકોને કથા મૃતનો લાભ લેવા સાધુ હરીયાણી શ્રી જગદીશદાસ (મો.૯૦૯૯૪ ૫૮૧૫૫) દ્વારા આમંત્રણ અપાયું છે. તસ્વીરમાં પ્રેમજીભાઇ જાદવ, તુલસીદાસ ગોંડલીયા અને જગદીશભાઇ નજરે પડે છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)

 

(3:23 pm IST)