Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

વંથલી પાસે બળદ બાઇક સાથે અથડાતા હાજીભાઇ રેવરનું મોત

છ દિવસ પહેલા અકસ્માત થતા મુસ્લીમ યુવાને રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા ૧૬ : વંથલી પાસે છ દિવસ મહેલા બળદ સાથે બાળક અથડાતા મુસ્લીમ યુવાનને ઇજા થતાં તેનું રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ જુનાગઢમાં રહેતા હાજીભાઇ જુમાભાઇ રેવર (ઉ.વ.૪૫) ગત તા.૧૧ રોજ પોતાનું બાઇક લઇને જુનાગઢ થી શાપુર આવતા હતા ત્યારે વંથલી પાસે રસ્તા પર પશુઓ ઝઘડો કરતા હોઇ, તેથી તે ત્યાંથી પસાર થતાં તેનું બાઇક અથડાતા તેને કમરનાભાગે ઇજા થતા સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું ગઇકાલે સારવાર દરમ્યાન મોત નિપજયું હતું, આ અંગે માલવીયાનગરના પી.એસ.આઇ. ખાચર. કાર્યવાહી કરી હતી.

(3:15 pm IST)