Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

સાજડીયાળી સહકારી મંડળીનાં ડેપો સંચાલકનો કેસ રદ કરતી લેબર કોર્ટ

રાજકોટ તા. ૧૬: જામકંડોરણાની સાજડીયાળી જુથ સેવા સહકારી મંડળી વિરૂધ્ધ ડેપો સંચાલક તરીકે ફરજ બજાવતાં નરસિંહભાઇ જેઠાભાઇ ગોંડલીયાએ તેઓને છૂટા કરવામાં આવતાં પુનઃ સ્થાપન અંગે કરેલ કેઇસને મજુર અદાલત દ્વારા રદ કરવામાં આવ્યો હતો.

મંડળી દ્વારા અરજદાર વિરૂધ્ધ એવો આક્ષેપ કરવામાં આવેલી કે, તેઓ ડેપો સંચાલક તરીકે ફરજ બજાવતા હતાં ત્યારે યુરીયા થેલી ર૪રની ઘટ માલુમ પડેલ જે અંગે રૂ. ૧,૮ર,૪રપની ઉચાપત કરેલ હતી. આમ નાણાંકીય ઉચાપત અંગે નોટીસ આપીને અરજદારને સંસ્થામાંથી છુટા કરવામાં વેલ છે.

બંને પક્ષોની દલીલો અને કેસમાં પડેલ લેખીત તેમજ મૌખિક દસ્તાવેજી પુરાવો તેમજ વિવિધ વડી અદાલતના રજુ થયેલ ચુકાદાઓ રજુ થયા બાદ મજુર અદાલત ન્યાયધીશશ્રી દ્વારા એવા તારણો આપવામાં આવેલ કે અરજદારનો કેસ છે કે ખાતાકીય તપાસ કર્યા વિનાનું ટર્મીનેશન ગેરકાયદેસર છે જયારે સામાવાળા બતાવે છે કે અરજદાર ગુનાની કબુલાત કરી હોય ત્યારે ખાતાકીય તપાસની જરૂર નથી અરજદાર દ્વારા કોર્ટ સમક્ષ આપવામાં આવેલ જુબાની અને ઉલટ તપાસ વંચાણે લીધા બાદ સ્પષ્ટ જણાય છે કે અરજદાર ખાતર વેચાણની રકમ મંડળીમાં જમા ન કરાવી અંગત ઉપયોગમાં લીધેલ છે તેમજ અરજદારે સંસ્થાને વેચાણની રકમ જમાં ન કરાવી લેખીતમાં ઉચાપાત કર્યાનું સ્વીકારેલ હોય અને કબુલાત આપેલ છે આમ રજુ થયેલ ચુકાદાઓ વંચાણે લઇ  મજુર અદાલત દ્વારા ગુજરાત હાઇકોર્ટના એસ.વી.એસ. શાસ્ત્રી અને પ્રીન્સીપલ સરદાર પટેલ હાઇસ્કુલના ચુકાદા વંચાણે લઇ તારણો આપેલ કે અરજદારે સંસ્થા સમક્ષ તેમજ કોર્ટ રૂબરૂ પોતાની ઉલટ તપાસમાં આક્ષેપોની કબુલાત આપેલ છે ત્યારે ખાતાકીય તપાસ કરવાની જરૂરીયાત નથી જેથી અરજદારનું ડીસ્મીસલ ગેરકાયદેસર ઠરતું નથી. જેથી અરજદારનો રેફરન્સ રદ કરવા હુકમ કરેલ હતો.

આ કેસમાં સાજડીયાળી જુથ સેવા સહકારી મંડળી વતી મજુર કાયદાના એડવોકેટસ એસ. બી. ગોગીયા એસોસીએટસ વતી શ્રી અનીલ એસ. ગોગીયા એડવોકેટ, પ્રકાશ એસ. ગોગીયા એડવોકેટ (ગુજરાત હાઇકોર્ટ) તેમજ સીન્ધુબેન ગોગીયા રોકાયેલા હતા.

(3:15 pm IST)
  • અમદાવાદમાં સાંસદ પરેશ રાવલે પ્રદેશ ભાજપ પર આડકતરો કટાક્ષ કર્યો : સાંસદ પરેશ રાવલે જણાવ્યું મોદી સાહેબને દેશ સોંપી જોઈએ અને મોદી સાહેબ ગુજરાતમાં પ્રવાસ કરવો પડે તે પ્રદેશ ભાજપ માટે અયોગ્ય : પ્રદેશ ભાજપે ગુજરાતને સાચવવુ જોઈએ access_time 5:43 pm IST

  • આયકર તૂટી પડ્યું: ગુજરાતમાં આવકવેરાએ દિપક નાઈટ્રેટ લી. ઉપર સર્વેનો ધમધમાટ ચાલુ કર્યો છે access_time 12:53 am IST

  • જો ઓસ્ટ્રેલિયા સ્લેજિંગ કરશે તો ભારત ઈંટનો જવાબ પથ્થરથી આપશે : આ પ્રવાસ શાંતિપૂર્ણ રહે એવી આશા ભારતીય કેપ્ટને વ્યકત કરી : કોહલી access_time 1:16 pm IST