Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

પડધરી પાસે ટ્રેકટર અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં રાજકોટના પ્રવિણભાઇનું મોત

રાજકોટ તા.૧૬: પડધરી પાસે ટ્રેકટરના ચાલકે રીક્ષાને ઠોકર મારતા રાજકોટના દેવીપૂજક યુવાનનું મોત નિપજયું હતું.

મળતી વિગતો મુજબ રાજકોટ રૈયાધાર આવાસ યોજનાના કવાર્ટર પાસે મફતીયા પરામાં રહેતા પ્રિ­વણભાઇ અમરશીભાઇ સાડમીયા (ઉ.વ.૪૧) ગઇકાલે પોતાની રીક્ષા લઇને જામનગર રોડ પર જતા હતા ત્યારે પડધરી પાસે રેલ્વે ઓવરબ્રીજ ઉતરતા કોટન મીલની સામે પહોંચતા જી.જે. ૩ઇ એ. ૭૯૧૮ નંબરના ટ્રેકટરના ચાલકે પોતાનું ટ્રેકટર પૂરઝડપે ચલાવી રીક્ષાને ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પ્રવિણભાઇ સાડમીયાને ઇજા થતા તેને રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ અંગે પડધરી પોલીસ મથકના પીએસઆઇ જે.વી. વાઢીયાએ તપાસ આદરી છે.

(1:52 pm IST)
  • બૂમરેંગ:મતક્ષેત્રમાં જ નહીં ફરકતા સાંસદ પરેશ રાવલ ભાજપના નેતાઓને 'સુધરવા' સલાહ આપે છે: ક્યારેય કોઈનો મોબાઈલ ફોન ઉપાડતા નથી અને સેલેબ્રિટી હોવાથી મતદારોના પ્રશ્નોને તુચ્છ ગણતા હોવાની સ્થાનિકોની ફરિયાદ access_time 4:42 pm IST

  • ઉપલેટા ટ્રેન હડફેટે આવી જતા અજાણ્યા વૃદ્ધનું મોત:ઉપલેટાના ડુમીયાણી ગામ અને સુપેડી ગામ વચ્ચેનો બનાવ: ૭૦ વર્ષીય આસપાસની ઉંમરના લાગતા અને ચોરણી-કડિયું પહેરેલ અજાણ્યા વૃદ્ધનું ટ્રેન અકસ્માતમાં મોત:રેલવે સ્ટાફ દ્વારા ઉપલેટા રેલવે સ્ટેશને મૃતદેહ લઈ આવ્યા બાદ PM માટે ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડાયો: પોલીસ દ્વારા તપાસ ચાલુ access_time 12:21 am IST

  • ત્રણ વાઘ બાળ ટ્રેન નીચે કચડાય મર્યા:મહારાષ્ટ્રના જાનુના ના જંગલ માં ટ્રેન નીચે ૬ મહિનાથી પણ નાના 3 વાઘ બાળ કપાય જતા ભારે અરેરાટી પ્રસરી છે. access_time 12:42 am IST