Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

જામનગર-જુનાગઢના ભીયાળમાં શ્રી લાલવડરાયજી મંદિરે ચાર દિવસીય ધર્મોત્સવ

 જામનગર તા ૧૬ : જુનાગઢ જીલ્લાના ભીયાળ મુકામે ચતુર્થદિન શ્રીધ્વજબંધ મહામંડપ મિલાપ મહામહોત્સવની તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. આ ચાર દિવસના ધાર્મિક કાર્યક્રમ દરમિયાન રાજકીય અગ્રણીઓ, સામાજિક સંસ્થા, જ્ઞાતિના આગેવાનો, ઉદ્યોગપતિઓ અને હજારો શ્રધ્ધાળુઓ શ્રી ઠાકોરજીના દર્શનનો અમૂલ્ય અવસર માણસે આ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા માટે લાલવડરાયજી મંદિરના પ્રમુખ તથા વૈષણવોની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

આવતી કાલથી ચતુર્થદિન મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે. આ ધાર્મિક કાર્યક્રમ જુનાગઢ જીલ્લાના ભીયાળમાં શ્રી લાલવડરાયજી મંદિર '' શ્રી વ્રજધામ'' ખાતે ેઆવતીકાલે તા. ૧૬ શુક્રવારે (સ્થંભજીસેવા વિધી) સવારે. ભૂમિ પૂજન અને સાંજે શ્રી યમુનાષ્ટક પાઠ કળશ સેવા (વિધી)  તેમજ શનિવારે (સામેૈયા સેવા) તા. ૧૭ ના રોજ બપોરે મહાપ્રસાદ અનેકળશવિધી તથા જામનગર વૈષણવ સમાજ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અનેતા. ૧૮ રવિવારે (મધ્ય ખેલ સેવા વિધી) માં બપોરે યમુના પયઃપાન, જયગોપાલ બોલાવાશે,ત્યારબાદમધ્ય મહાપ્રસાદ, અન્નકુટ દર્શન, સાંજે સત્સંગ ગાથા, છપ્પનભોગ દર્શન, સાંજે છપ્પનભોગ આરતી અને ત્યારબાદ મહાપ્રસાદ અને રાત્રિના મુંબઇના કાંદીવલી વૈષણવ સમાજ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને ત્યારબાદ ઢાઢીલીલા યોજાશે.

ઉપરાંત તા. ૧૯ ના રોજ સોમવારેસવારે ૬ થી ૬.૩૦ દરમિયાન મંગળાદર્શન, રાજભોગ, શ્રી મહામંડપ વિજય આરતી (શ્રી લાલવડ રાયજી મંદિરના મુખ્યાજી) ત્યારબાદ મહાપ્રસાદ પછી વિદાયનો કાર્યક્રમ યોજાશે. આ ચતુર્થ દિન કાર્યક્રમનેસફળ બનાવવા માટે શ્રી લાલવડ રાયજીના પ્રમુખ ગોપાલભાઇ ભીમજીભાઇ કોઠારી તથા સંકલ સુષ્ટિીના વૈષણવોની ટીમ દ્વારા જહેમત ઉઠાવી રહ્યા છે. આ કાર્યક્રમમાં વડરોપણ સેવા વિધીના મુખ્ય યજમાન તરીકે પેવૈ. માવજીભાઇમોહનભાઇ લાખાણી (ભોજપરાવાળા) ઉપસ્થિત રહેશે.

(1:51 pm IST)