Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

મોટી કુંકાવાવ નજીક મોટર સાયકલ સાથે બોલેરો કાર અથડાતા મહિલાનું મોત

અમરેલી તા. ૧૬ : વડિયા પંથકના મોટી કુંકાવાવ નજીક રોડ પરથી પસાર જતા બગસરા તાબેના નવા વાઘણીયાના ચતુર દેદાભાઇ ગોંડલીયાના મોટર સાયકલ સાથે બોલેરો કાર નં. જીજે૧૩ એ-ટી પ૯૪૦ ના ચાલકે મોટર સાયકલને હડફેટે લેતા પાછળ બેઠેલા સવિતાબેનનુ મોત નિપજાવી તથા સાહેદ ગોકળભાઇને ઇજા કરી નાસી ગયાની ફરીયાદ વડિયા પોલીસમાં થવા પામી હતી.

મોટા ભંડારીયામાં હોન્ડા ચોરાયું

મોટાભંડારીયામાં માળીયા ગામના યુવક અજય નટુભાઇ કુબાવત હીરો હોન્ડા સ્પ્લેન્ડર નં.જીજે૧૪ એ.ડી.૯૮૦૯ લઇ માતાજીનો માંડવે ગયેલ હોય ત્યા આ હોન્ડા પાર્ક કરેલ હોય ત્યાંની કોઇ ચોરી કરી લઇ ગયાની ફરીયાદ થવા પમી છે.

ઉટવડમાં રોયલ્ટી વગર માટે ચોરી કરતા બે ઝડપાઇ ગયા

બાબરાના ઉટવડમાં રહેત ાજીજ્ઞેશ ઉર્ફે જીતુ ભગવાન ડાભી, રાજેશ ઉર્ફે ગુડી ભગવાન ડાભી નામના શખ્સોને પોલીસે રોયલ્ટી વગર માટી ર૦ ટન તથા સાધનો ટ્રેકટર મળી કુલ કિ.રૂ. પ,૩૦,૦૦૦ સાથે પોલીસ ઝડપી  લીધો હતો.

(1:51 pm IST)