Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

ગિરનાર પરિક્રમાનું કાઉન્ટ-ડાઉનઃ ભાવિકોનું ભવનાથમાં અવિરત આગમનઃ કાલથી સત્તાવાર 'જંગલ પ્રવેશ'

સવારે ૬ વાગ્યે પરિક્રમાર્થીઓ માટે ઇટવા ગેટ ખોલાશેઃ વન વિભાગની તૈયારીઓ પુર્ણ-પોલીસ બંદોબસ્તઃ પ૦ જેટલા સિંહોને પરિક્રમા રૂટથી દુર ખસેડાયા

જુનાગઢ તા. ૧૬ : સોમવારથી શરૂ થતી ગિરનાર પરિક્રમામાં જોડાવા માટેનું કાઉન્ટ-ડાઉન શરૂ થઇ ગયું  છે પરિક્રમમાં જોડાવવા ભાવિકોનું ભવનાથમાં અવિરત આગમન થઇ રહ્યું છે.

ઉતાવળિયા પરિક્રમાર્થીઓને આવતીકાલથી 'જંગલ પ્રવેશ' આપવાની જંગલ ખાતાએ જાહેરાત કરી છ.ે

ગરવા ગિરનાર ફરતે દર વર્ષે યોજાતી ૩૬ કી.મીની પાવનકારી લીલી પરિક્રમા શરૂ થવાને આડે જુજ દિવસો બાકી છે ત્યારે પરિક્રમામાં જોડાઇને પુણ્યનું  ભાથુ બાંધવા માટે ભાવિકોનું ભવનાથ તળેટીમાં આગમન થઇ ચુકયું છે. છેલ્લા બે દિવસથી યાત્રાળુઓ તળેટી પહોંચી રહ્યા છ.ે

સંત મહાત્માઓની પણ પાવન પધરામણી થઇ ચુકી છે બીજી તરફ સેવાભાવી સંસ્થાઓ-મંડળો વગેરે દ્વારા ભાવિકો માટે ચા-પાણી, નાસ્તો ભોજન માટેની તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છ.ે

પરિક્રમામાં ભાગ લેવા આવતા ભાવિકો કોઇ અગવડતાનો સામનો કરવો પડે નહિ તે માટે કલેકટર ડો. સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ જરૂરી આરોગ્ય, પાણી સહિતની પ્રાથમીક સુવિધાઓ ગોઠવવામાં આવી રહી છે.

આઇજી શ્રી સુભાષ ત્રિવેદીના માર્ગદર્શન સાથે જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભસિંઘ દ્વારા સુરક્ષા બંદોબતની પણ ગોઠવણી શરૂ કરી દેવાઇ છે.

પાંચ દિવસની પરિક્રમા ગિરનાર સેન્ચુરીમાં યોજાઇ રહી હોય વન વિભાગ દ્વારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાંં આવી છે.

મદદનીશ વન સંરક્ષક બી.કે. ખટાણાના જણાવ્યા મુજબ ગરવા ગિરનારની ગોદમાં યોજાતી લીલી પરિક્રમાના ઉતાવળીયા પરિક્રમાર્થીઓ માટે આવતીકાલે સવારે છ વાગ્યેથી વન વિભાગ દ્વારા ભવનાથ સ્થિત ઇટવા (રૂપાયતનાથી) ગિરનાર જંગલના દ્વાર ખોલી પ્રવેશ અપાશે.

શ્રી ખટાણાએ વધુમાં જણાવેલ કે, વન વિભાગો પ૦ જેટલા સિંહોને પરિક્રમા રૂટથી દુર ખસેડવામાં આવ્યા છ.ે અને પરિક્રમાર્થી કે વન્ય પ્રાણીઓને નુકશાની ના થાય તે માટે વન વિભાગ દ્વારા રેસ્કયુ ઓપરેશન પૂર્ણ કરાયું છ.ે

આમ તંત્ર પણ ગિરનાર પરિક્રમાને લઇ સજજ થઇ ગયું છે.

(1:49 pm IST)
  • અમદાવાદ :ગુજરાતના નવા ચીફ ઇન્કમટેક્ષ કમિશ્નર બન્યા અજયદાસ મેહરોત્રા: મુખ્ય કચેરી ખાતે સંભાળ્યો ચાર્જ: 1984 બેચ ના આઇઆરએસ અધિકારી છે અજયદાસ, :સુરત અને ગુજરાતમાં અગાઉ ફરજ બજાવી ચુક્યા છે: ઇડી, ગેલ ઇન્ડિયા અને કેન્દ્ર સરકાર ના કોર્પોરેટ મંત્રાલયમાં ફરજ બજાવી ચુક્યા છે access_time 11:15 pm IST

  • અમદાવાદમાં સાંસદ પરેશ રાવલે પ્રદેશ ભાજપ પર આડકતરો કટાક્ષ કર્યો : સાંસદ પરેશ રાવલે જણાવ્યું મોદી સાહેબને દેશ સોંપી જોઈએ અને મોદી સાહેબ ગુજરાતમાં પ્રવાસ કરવો પડે તે પ્રદેશ ભાજપ માટે અયોગ્ય : પ્રદેશ ભાજપે ગુજરાતને સાચવવુ જોઈએ access_time 5:43 pm IST

  • Whatsapp ગ્રુપના એડમીનની ધરપકડ: જોશ નામના એડમીનની ઉત્તર પ્રદેશમાં દેશ વિરોધી મેસેજીસ માટે ધરપકડ કરવામાં આવી છે access_time 12:38 am IST