Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

જેતપુર પંથકમાં પિયત માટે સુરવો-૧ ડેમમાંથી પાણી આપવા શિવજીને આવેદન

જેતપુર તા. ૧૬ :.. ખેડૂતોને સિંચાઇ માટે પાણી મળી રહે તે હેતુથી જેતપુર તાલુકાના ચારણીયા ગામ નજીક સુરવો ડેમ-૧ નું નિર્માણ કરવામાં આવેલ જેમાંથી તાલુકાના ચારણીયા, સ્ટેશન વાવાડી, તેમજ અમરેલી જીલ્લાના વડીયા અને બાંટવા દેવડી, આ ૪ ગામોને માઇનોર કેનાલ દ્વારા પાણી આપવાનું નકકી થતા ખેડૂતોની જમીન સંપાદન કરી કેનાલ બનાવવામાં આવેલ પરંતુ આ કેનાલ મારફત ડેમ બન્યાના રપ વર્ષોથી પાણી પીયત માટે આપવામાં નહી આવતા થોડા સમય પહેલા ખેડૂતોએ ચાલુ વર્ષે     વરસાદ ઓછો થતાં તેમના ખેતરનો ઉભો પાક સુકાય ન જાય અને રવી પાક સારો થાય માટે પાણી આપવા સરકારને રજૂઆત કરી કેનાલમાં રામધુન  કરી હતી. છતાં કોઇ પગલા નહિ લેવાતા ખેડૂત સમાજ ગુજરાતના જીલ્લા પ્રમુખ ચેતનભાઇ ગઢીયાની આગેવાની હેઠળ ચારણીયા ગામના ખેડૂતોએ હવે સરકારને ભગવાન સદ્બુધ્ધિ આપે તેવા આશ્રયથી કોઇ સરકારી અધિકારીને નહી પરંતુ દેવાધી દેવ મહાદેવને આ પ્રશ્ને આવેદન પત્ર પાઠવવાના નકકી કરી ગઇકાલે સવારે રામધુન કરી રેલી યોજી ગામના ચોરે આવેલ મહાદેવ મંદિરમાં મહાદેવને પુજા પાઠ આરતી કરી આવેદન પત્ર પાઠવી પ્રાર્થના કરેલ કે ભગવાન સરકારના આ નિંભર તંત્રને જગાડી મુરજાતા મોલને જીવતદાન દેવા કેનાલમાં પાણી છોડે તેવી સદબુધ્ધી આપો તેવી માંગ કરી હતી.

(1:48 pm IST)
  • અમદાવાદ :ગુજરાતના નવા ચીફ ઇન્કમટેક્ષ કમિશ્નર બન્યા અજયદાસ મેહરોત્રા: મુખ્ય કચેરી ખાતે સંભાળ્યો ચાર્જ: 1984 બેચ ના આઇઆરએસ અધિકારી છે અજયદાસ, :સુરત અને ગુજરાતમાં અગાઉ ફરજ બજાવી ચુક્યા છે: ઇડી, ગેલ ઇન્ડિયા અને કેન્દ્ર સરકાર ના કોર્પોરેટ મંત્રાલયમાં ફરજ બજાવી ચુક્યા છે access_time 11:15 pm IST

  • જામનગરના જાણીતા ધારાશાસ્ત્રી કિરિટ જોશીની હત્યાનો મામલો:કિરીટ જોશી હત્યા કેસની તપાસ CID ક્રાઇમને સોંપાઇ:હત્યાનો મુખ્ય સુત્રધાર ભૂમાફિયા જયેશ પટેલ હજુ પણ ફરાર : જાણીતા ધારાશાસ્ત્રીની સરાજાહેર કરવામાં આવી હતી ક્રુર હત્યા:આવતીકાલથી CID ક્રાઈમની ટીમ હત્યાની શરૂ કરશે તપાસ access_time 2:56 pm IST

  • આલોક વર્મા-રાકેશ આસ્‍થાના વિવાદ ઉપર સુપ્રીમમાં સુનાવણી access_time 12:56 pm IST