Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

સોમનાથથી બીજા તબકકાની એકતા રથયાત્રાનો પ્રારંભ

આજોઠા, રામપરા, પંડવા, કોડીદ્વા, ગુણવંતપુર અને મંડોર ગામને આવરી લેવાયા

ગીરસોમનાથ, તા.૧૬:  ગુજરાતના પનોતાપુત્ર અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સંદર્ભે આજે સોમનાથ સ્થિત રામમંદિર ખાતેથી રાજય બીજ નિગમના ચેરમેનશ્રી રાજશીભાઈ જોટવા, પ્રવાસન નિગમના ડિરેકટરશ્રી ઝવેરીભાઈ ઠકરાર, નગરપાલીકાના પ્રમુખ શ્રીમતી મંજુલાબેન સુયાણી, પુર્વ ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પરમાર અને મહાનુભાવોના હસ્તે લીલીઝંડી આપી એકતા રથયાત્રાનો પ્રારંભ કરાયો હતો

એકતા માટે અનેક અલ્પનીય કાર્યો કર્યા હતા. જેને આપણે કેમ ભૂલી શકીયે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનુ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાનું સપનું સાકાર થયું છે. નગરપાલીકાના પ્રમુખ શ્રીમતી મંજુલાબેન સુયાણીએ સરદાર સાહેબને ભાવાંજલી આપતા કહ્યું કે, સરદાર સાહેબે ભૂતકાળમા કરેલા સારા કામોને યાદ કરી સરકારે તેમનું સ્ટેચ્યું બનાવ્યું છે.

એકતા રથયાત્રાનું સોમનાથ સ્થિત રામમંદિર ખાતે પદાધિકારીઓ-અધિકારીઓ, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં ભાવાંજલી આપવામાં આવી હતી. ત્યારબાદ આજોઠા, રામપરા અને પંડવા ગામે એકતા યાત્રાનું પ્રસ્થાન થવાની સાથે લોકોએ સરદાર સાહેબેને વંદન કરી ભાવપૂર્વક શ્રધ્ધાંજલી અર્પી હતી. બપોર પછી કોડીદ્રા, ગુણવંતપુર, મંડોર અને ભેરાળા ગામે એકતા યાત્રાનું પરિભ્રમણ કરાયા બાદ સરદાર સાહેબના નીવન કાર્યોને સાંકળીલેતી ટૂકી ફિલ્મ ગ્રામજનોને રસપૂર્વક નિહાળી હતી. અને એકતા યાત્રાનું રાત્રીરોકાણ સેમરવાવ ગામે ખાતે કરવામાં આવશે. બીજા તબક્કા દરમિયાન જિલ્લાના ૫૪ ગામ અને ૫ શહેર વિસ્તારો આવરી લેવાશે. તા. ૧૬ ના રોજ તાલાળા તાલુકામા એકતા રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવશે.

આ પ્રસંગે કલેકટરશ્રી અજયપ્રકાશ, અધિક કલેકટરશ્રી એચ.આર.મોદી, આસી.કલેકટરશ્રી નિતીન સાંગવાન, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરશ્રી વિજયસિંહ ચાવડા, અગ્રણીશ્રી પ્રતાપભાઈ પરમાર, રાજુભાઈ ગઢીયા, ઉકાભાઈ સોલંકી, ડાયાભાઈ બારડ, ગોવિંદભાઈ સોલંકી, વિનોદભાઈ ચુડાસમા, રામસિંહભાઈ માલમ અને મોટીસંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એસ.કે.મોદી સ્વાગત પ્રવચન, મામલતદારશ્રી દેવકુમાર આંબલીયા આભારવીધી અને દિપકભાઇ નિમાવતે કાર્યક્રમનું સંચાલન કર્યુ હતુ.

(1:48 pm IST)
  • ડભોઇ શિનોર ચોકડી પાસે આવેલી ફોરેસ્ટ વિભાગ ની ઓફીસ માં ફરજ બજાવતા બે રોજમદાર છેલ્લા ત્રણ વર્ષથી પગાર થી વંચિતબંને કર્મચારી એ ઝેરી પાવડર ખાઇ આત્મવિલોપન કરી કોશિશસારવાર અર્થે સરકારી દવાખાને ખસેડાયા access_time 2:43 pm IST

  • મોડાસામાં અરવલ્લી ભાજપનું સ્નેહમિલન ભીખુભાઇ દલસાણીયા,ભરત પંડ્યા,કે સી પટેલ હાજર ભરત પંડ્યા એ જણાવ્યુ હતુ કેજાતિવાદ,પ્રાંતવાદ કોંગ્રેસની દેનઅશાંતિ,હિંસા ફેલાવવું તે કોંગ્રેસનું કામભાજપના સ્નેહ મિલન થકી એકતાનો વિચાર આપીશું access_time 2:44 pm IST

  • સેલવાસ ના મસાટ નીએબ્યુલીએન્ટ પેકેજીંગ કંપની માં લાગી હતી આગમશીન માં લાગેલી આગ આખી કંપની માં પ્રસરી4 થી વધુ ફાયર ફાઇટરો એ આગ પર મેળવ્યો કાબુકોઈ જાનહાનિ નહિઆગ લાગવાનું કારણ અકબંધ access_time 2:44 pm IST