Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

જૂનાગઢમાં દાતારના આંગણે ઉર્ષની ઉજવણી :રવિવારે ચંદનવિધિથી મહાપર્વની શરૂઆત

જૂનાગઢ  હિન્દુ-મુસ્લિમ કોમી એકતાના પ્રતિક એવા ઉપલા દાતારની ટેકરી ઉપરસિદ્ધ અને સમર્થ સંત તરીકે દાતારબાપુ બિરાજે છે. જયાં પારંપરિક રીતે પ્રતિ વર્ષે ઉર્ષનો આગામી તા.૧૮ રવિવારથી પ્રારંભ થશે.

તા.૧8 ના રોજ રાત્રે ચંદનવિધિ,તા.૧૯ સોમવાર આરામનો દિવસ, તા.૨૦ને મંગળવારે મહેંદી દિપમાળા અને તા. ૨૧ બુધવારથી મહાપર્વ ઉર્ષનો પ્રારંભ થશે. ઉર્ષના આ મહાપર્વમાં પ્રથમ દિવસે દાતારબાપુના અમબલ્ય આભૂષણોને વર્ષમાં એકવાર ગુફામાંથી બહાર કાઢીને ચંદન વિધિ કરવામાં આવે છે અને તે સમયે મોટી સંખ્યામાં આ આભૂષણોના દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી પડે છે.

આ પર્વ દરમિયાન પર્વતની ટેકરીઓ દિપમાળાથી ઝગમગી ઉઠે છે. ચાર  દિવસ ચાલનાર આ ધર્મોત્સવમાં નાત-જાત કે ધર્મના ભેદભાવ વગર ચા-પાણી ભોજનની વ્યવસ્થા કરાય છે. જુનાગઢ શહેરથી એકાદ કિ.મી. દુર વિલીંગ્ડન ડેમ નજીકથી દાતારની ટેકરી પર જવા માટે આશરે ૨૮૦૦ પગથીયા આવેલા છે.

(1:40 pm IST)
  • આયકર તૂટી પડ્યું: ગુજરાતમાં આવકવેરાએ દિપક નાઈટ્રેટ લી. ઉપર સર્વેનો ધમધમાટ ચાલુ કર્યો છે access_time 12:53 am IST

  • અમદાવાદ :ગુજરાતના નવા ચીફ ઇન્કમટેક્ષ કમિશ્નર બન્યા અજયદાસ મેહરોત્રા: મુખ્ય કચેરી ખાતે સંભાળ્યો ચાર્જ: 1984 બેચ ના આઇઆરએસ અધિકારી છે અજયદાસ, :સુરત અને ગુજરાતમાં અગાઉ ફરજ બજાવી ચુક્યા છે: ઇડી, ગેલ ઇન્ડિયા અને કેન્દ્ર સરકાર ના કોર્પોરેટ મંત્રાલયમાં ફરજ બજાવી ચુક્યા છે access_time 11:15 pm IST

  • દાહોદ:દિલ્હી થી મુંબઈ નેશનલ હાઈવે કોરીડોરનો ઝાલોદના 16 ગામોના ખેડુતોએ વિરોધ કર્યો:પ્રાન્ત અધિકારીને આવેદનપત્ર આપવા ખેડૂતો પહોંચ્યા:પ્રાન્ત અધિકારી કચેરીમાં હાજર ન રહેતા ખેડુતો રોષે ભરાયા:રોષે ભરાયેલા ખેડુતો પ્રાન્ત કચેરીમાં ધસી આવ્યા:ખેડુતોએ કચેરીમાં ભારે સુત્રોચ્ચાર કર્યા access_time 3:04 pm IST