Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

મુળી તાલુકાના છેવાડાના ૧૫ ગામોમાં પાણી સમસ્યા

વઢવાણ તા. ૧૬ : મૂળી તાલુકાના વેલાળા રાયસંગપર વિરપર આંબરડી કરશનગઢ દાધોળીયા સાગધ્રા વિરપર સહીત છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમા આ વર્ષે ઓછા વરસાદના કારણે જળાશયો ખાલીખમ પડયા છે. બોરમા પાણીના તળ નિચા જતા મોરછા અને ખારા પાણીના કારણે પિવાના પાણીની સમસ્યા ઉભી થવા પામી છે.

ઉનાળામા પિવાના પાણીની સમસ્યા વકરે તે પહેલા મુળી તાલુકાના પંદર જેટલા સરપંચોએ સુરેન્દ્રરનગર જીલ્લા સાસંદ દેવજીભાઇ ફતેપરા મૂળી ભાજપના અગ્રણી હરદેવસિહ પરમાર સહીત આગેવાનોની ઉપસ્થિતીમા નર્મદા વિભાગના અધિકારી જે એચ જાડેજા ગૌરાંગભાઇ સાથે વેલાળા સરપંચ ધીરૂભાઇ ઝેઝરીયા લીયા સરપંચ તનવીરસિહ રાણા સહીત ગ્રામ્ય વિસ્તારના સરપંચોએ પિવાના પાણીની વિકટ પરિસ્થિતીની રજુઆત કરી યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરી ગ્રામ્ય વિસ્તારના લોકોને પિવામાટે શુધ્ધપાણી મળી રહે તેમજ છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમા પાણીના ટેન્કરો મારફતઙ્ગ પિવાના પાણી પહોચાડવા માટે બેઠક વેલાળા ખાતે બેઠક યોજી તંત્રનુ ધ્યાન દોરવામા આવેલ હતુ.

(1:18 pm IST)