Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

ટંકારા તાલુકાના વિરપર ગામે એકતા રથયાત્રાનું સ્વાગત

ટંકારા, તા., ૧૬: ટંકારા તાલુકાના વિરપર ગામે શ્રી સરદાર પટેલ રથયાત્રાનું સ્વાગત કરાયેલ. સ્વાગત સમારોહ વિરપર પ્રા.શાળા ખાતે યોજાયેલ.

ગુજરાત રાજય બિન અનામત આયોગના હંસરાજભાઇ ગજેરા, પુર્વ મંત્રી જયંતીભાઇ કવાડીયા, કલેકટર આર.જે. માકડીયા, ડી.ડી.ઓ. ખટાણા, એસપી કરનરાજ વાઘેલા, અધિક કલેકટર કેતનભાઇ જોષી, નાયબ કલેકટર તથા મામલતદાર બી.કે.પંડયા, તા.વિ. અધિકારી એન.એમ.તરખાલા, નાયબ તા.વિ.અ.જી.પી. ભીમાણી, આરોગ્ય અધિકારીઓ, શિક્ષણાધીકારીઓ વિગેરે ઉપસ્થિત રહેલ.

દિપ પ્રાગટય હંસરાજભાઇ ગજેરાના હસ્તે કરાયેલ. સ્વાગત પ્રવચન કલેકટર આર.જે.માંકડીયા દ્વારા કરાયેલ.

પુર્વ મંત્રી જયંતીભાઇ કવાડીયાએ જણાવ્યું કે સરદાર પટેલે કરેલ કામગીરી અને વિચારોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે. વડાપ્રધાને સરદાર પટેલને સાચી શ્રધ્ધાંજલી આપવાનો પ્રયાસ કરેલ છે.

ગુજરાત બીન અનામત આયોગના હંસરાજભાઇ ગજેરાએ જણાવ્યું કે સરદાર પટેલ યુગ પુરૂષ હતા. સ્ટેચ્યુ ઓફ યુનીટીથી આપણી વિરાસતમાં ઉમેરો થયેલ છે.

આ પ્રસંગે ટંકારા તાલુકાના અગ્રણીઓ નાગજીભાઇ બાવરવા, સરપંચશ્રી મંજુલાબેન ચાવડા, નથુભાઇ કડીવાર, કેશુભાઇ રૈયાણી, સંજયભાઇ ભાગીયા, કીરીટભાઇ અંદરપા, ભવાનભાઇ ભાગીયા, કાનજીભાઇ ભાગીયા, દેવરાજભાઇ ભાગીયા પ્રભુલાલ કામરીયા સહીત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહેલ.

આ પ્રસંગે નાલંદા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા ભારત નાટયમ ઉપર તાંડવ નૃત્ય રજુ કરાયેલ.

આ પ્રસંગે વિરપર પ્રા.શાળામાં વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, કાવ્યલેખન સ્પર્ધા તથા ચિત્ર સ્પર્ધા યોજાયેલ. તેમાં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો પ્રમાણપત્ર અપાયેલ.

એકતા રથયાત્રા તા.૧પ અને ૧૬ ટંકારા તાલુકામાં રહેશે અને રર ગામોમાં ફરશે. આ પ્રસંગે રાષ્ટ્રીય એકતાના શપથ લેવાયેલ.

એકતા પથયાત્રાને લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાયેલ.

વિરપરના માજી સરપંચશ્રી નાગજીભાઇ બાવરવા, આચાર્યશ્રી તથા શિક્ષકો દ્વારા સુંદર આયોજન તથા સંચાલન કરાયેલ.

(1:18 pm IST)
  • અમેરીકાએ સાઉદી પત્રકાર જમાલ ખાશોગીની હત્યામાં ભૂમિકા ભજવનાર ૧૭ સાઉદી અધિકારીઓ ઉપર આર્થિક પ્રતિબંધ લાઘ્યો સાઉદી અરબના પબ્લીક પ્રોશીકયુટરે આ મામલે ૫ સાઉદી અધિકારીઓને મોતની સજા આપવાની માંગણી કરી access_time 12:17 pm IST

  • ડભોઇમાં ૩ વર્ષથી પગાર ન મળતો હોવાના આક્ષેપ સાથે બે કર્મચારીઓએ ઝેરી પાવડર ખાઇને કર્યો આપઘાતનો પ્રયાસ access_time 3:41 pm IST

  • દાહોદ:દિલ્હી થી મુંબઈ નેશનલ હાઈવે કોરીડોરનો ઝાલોદના 16 ગામોના ખેડુતોએ વિરોધ કર્યો:પ્રાન્ત અધિકારીને આવેદનપત્ર આપવા ખેડૂતો પહોંચ્યા:પ્રાન્ત અધિકારી કચેરીમાં હાજર ન રહેતા ખેડુતો રોષે ભરાયા:રોષે ભરાયેલા ખેડુતો પ્રાન્ત કચેરીમાં ધસી આવ્યા:ખેડુતોએ કચેરીમાં ભારે સુત્રોચ્ચાર કર્યા access_time 3:04 pm IST