Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

મોરબીના નાની વાવડી ગામે અધિકારીઓ ગેરહાજર, ગ્રામસભાનો બહિષ્કાર

મોરબી તા. ૧૬ : મોરબીના નાની વાવડી ગામમાં ગ્રામસભા અને મીની ટ્રેકટરના લોકાપર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે પ્રસંગે ધારાસભ્ય ઉપરાંત તાલુકા પંચાયત પ્રમુખ હંસરાજભાઈ પાંચોટિયા, કોંગ્રેસ અગ્રણી કે.ડી. પડસુંબીયા, ટીડીઓ અને ટીપીઓ ઉપસ્થિત રહ્યા હતા જોકે સરકારી વિભાગના રેવન્યુ, પશુપાલન સિંચાઈ અને મામલતદાર ઓફીસના કોઈ અધિકારી ગ્રામસભામાં પહોંચ્યા ના હતા અને વિવિધ પ્રશ્નો અંગેની રજુઆતો કર્યા બાદ જે તે વિભાગના અધિકારીઓની હાજરીમાં તેના ઉકેલ માટે ચર્ચા કરવાની હોય પરંતુ અધિકારીઓ જ ઉપસ્થિત ના હોય જેથી ગ્રામસભાનો કોઈ અર્થ રહેતો ના હોય જેથી ગ્રામ પંચાયતે ઠરાવ કરીને સભા મોકૂફ રાખી હતી અને ગ્રામજનોએ ગ્રામસભાનો બહિષ્કાર કર્યો હતો અને આ તકે જીલ્લા કલેકટરને ફોન કરીને સમગ્ર ઘટનાથી વાકેફ કરવામાં આવ્યા હતા. જોકે સરકારી અધિકારીઓને ગ્રામ્ય લોકોની સમસ્યામાં રસ ના હોય તેવો ઘાટ સર્જાયો હતો જેથી ભારોભાર રોષ જોવા મળ્યો હતો.

(1:17 pm IST)
  • ડભોઇ શિનોર ચોકડી પાસે આવેલી ફોરેસ્ટ વિભાગ ની ઓફીસ માં ફરજ બજાવતા બે રોજમદાર છેલ્લા ત્રણ વર્ષથી પગાર થી વંચિતબંને કર્મચારી એ ઝેરી પાવડર ખાઇ આત્મવિલોપન કરી કોશિશસારવાર અર્થે સરકારી દવાખાને ખસેડાયા access_time 2:43 pm IST

  • અમદાવાદ :260 કરોડ ફ્રોડનો મામલો : વિનય શાહના કોટક બેંક સહિત અનેક બેંક એકાઉન્ટ અંગે CID ને મળી માહિતી: પૂર્વ કર્મચારી પૂજા શાહની પણ CID ક્રાઈમે કરી પૂછપરછ: વિનય શાહના ઘરે સર્ચમાં દરમ્યાન લોટના ડબ્બામાં,ફર્નિચર,બેડ અને કબાટમાં સંતાડેલા હતા રૂપિયા access_time 11:13 pm IST

  • આંધ્ર પ્રદેશમાં CBI નહિ કરી શકે તપાસઃ ચંદ્રબાબુ નાયડુએ બંધ કર્યા દરવાજાઃ કેન્દ્રને સીધો પડકાર કેન્દ્રીય એજન્સીને દરોડા-તપાસ કરવાની પરવાનગી આપવા કર્યો ઇન્કાર access_time 3:41 pm IST