Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

સાયલાનાં વાટાવચ્છ ગામનાં નર્સની હત્યા કરનાર શાંતુ કાઠી ર દિવસના રિમાન્ડ ઉપર

ફાંસીની સજા આપવા કોળી સમાજના આગેવાનોની માંગણી

સાયલા તાલુકાના વાટાવચ્છ ગામના કોળી પરિવારની પરણીત મહિલા દિપ્તીબેન સાથે છેડછાડ કરી હત્યા નિપજાવવાની ઘટનામાં ચારેકોરથી ફિટકારની લાગણી સાથે રોષ છવાયો છે ત્યારે હેવાન બનેલા ઇકો કારના ડ્રાઇવર શાંતુ કાઠીને સાયલા પોલીસે વટામણ ચોકડી પાસેથી ઝડપી પાડવામાં આવ્યા બાદમાં શાંતુ કાઠીને કોર્ટમાં રિમાન્ડ માટે માંગ કરવામાં આવતા શાંતુ કાઠીના બે દિવસના રિમાન્ડ મંજુર કરાતા સાયલા પોલીસે વધુ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

સાયલા પોલીસને શાંતુ કાઠીના બે દિવસના રિમાન્ડ મંજુર કરાયા બાદ સાયલા પોલીસે આ હેવાન શાંતુ કાઠીના મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું છે.

દિપ્તીબેનની અંતિમવિધિમાં રાજકીય-કોળી આગેવાનો ખાસ ઉપસ્થિત રહયા હતા. દિપ્તી બેનની સ્મશાન યાત્રામાં શામજીભાઇ ચૌહાણ લાલજી મેર, કલ્પનાબેન મકવાણા વગેરે હાજર રહયા હતા.

આ ઘટનામાં દિપ્તીબેનની હત્યાના મામલામાં રાજકીય આગેવાનો પાસે મૃતકના પતિ દ્વારા આ શાંતુ કાઠીએ હર્યો ભર્યો પરિવાર છિન્ન ભિન્ન કર્યો છે નિર્દોષ દિપ્તીબેનને હેવાને હેવાનીયત બતાવી જયારે મોતને ઘાટ ઉતારેલ છે ત્યારે તેના બે માસુમ બાળકો કે માતા દિપ્તીબેનની જરૂરીયાત હતી ત્યારે બાળપણમાં માતાની જયારે છત્રછાયાં ગુમાવી બેઠેલ છે. ત્યારે આ શાંતુ કાઠીને ફાંસીની સજા થાય અને તટસ્થપણે ન્યાય મળે એવી મારી માંગ છે.

(1:14 pm IST)