Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

ખોડલધામના દર્શને કેન્દ્રીય મંત્રી માંડવિયા

વીરપુરઃ રોડ ટ્રાન્સપોર્ટ,હાઇવે,કેમિકલ્સ. શીપીંગ એન્ડ ફર્ટિલાઇઝર વિભાગના કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા ખોડલધામ કાગવડખાતે દર્શનાર્થે પધાર્યા હતા. માંડવીયાને ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ  નરેશભાઇ પટેલ તથા ટ્રસ્ટીશ્રી ઓ રમેશભાઈ ટીલાળા અને  રમેશભાઈ મેંદપરા દ્વારા પુષ્પગુચ્છ આપીને ,પ્રસાદી રૂપે ખેસ પહેરાવી સ્વાગત કરાયું હતું,  મનસુખભાઈ એ જણાવ્યું હતું કે ખોડલધામ ખોડલધામ એ એક શ્રદ્ઘા અને આસ્થાનું પ્રતિક છે, અને શાંતિના પ્રતિક સમાન આ ખોડલધામ માં માતા ખોડલ બિરાજમાન થયા છે ત્યાં પરમ શાંતિની અનુભૂતિ થાય છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રીને ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઇ પટેલ અને ટ્રસ્ટીશ્રીઓ દ્વારા ખોડલધામ ટ્રસ્ટ દ્વારા નિર્માણ થઇ રહેલ વિવિધ વિભાગોની ઉતરોતર કાર્ય પ્રગતિ અંગે વિગતો આપી હતી, અને વિવિધ વિભાગોની મુલાકાત પણ લેવડાવી હતી.ત્યારબાદ ભાવનગરના રાજુભાઈ રાબડીયા દ્વારા આયોજિત ધ્વજા આરોહણ પ્રસંગમાં પણ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા એ તથા તેમના ધર્મ પત્ની શ્રી એ હાજરી આપી હતી ,અને ભાવનગર મહાનગરપાલિકાના અગ્રણીઓની ઉપસ્થિતિ સાથે ખોડલધામ ટ્રસ્ટ પ્રમુખ  નરેશભાઇ પટેલ અને ટ્રસ્ટીશ્રીઓ સાથે પ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.

(તસ્વીરઃ-કિશન મોરબીયા, વીરપુર)

(1:13 pm IST)
  • તામિલનાડુ : ‘ગાઝી' વાવાઝોડાથી ૧૧ના મોત access_time 12:56 pm IST

  • ટ્રોલી સાથે સળગતું ટ્રેક્ટર ઉતારી દીધું તળાવમાં : ખેડૂતની હિંમતે અનેક ઘરો તબાહ થતાં બચાવ્યાં : 28 વર્ષના યુવાને જીવ જોખમમાં મૂકીને ગામ આખાને આગની ઝપેટમાં આવતા બચાવ્યું access_time 12:37 pm IST

  • દાહોદ:દિલ્હી થી મુંબઈ નેશનલ હાઈવે કોરીડોરનો ઝાલોદના 16 ગામોના ખેડુતોએ વિરોધ કર્યો:પ્રાન્ત અધિકારીને આવેદનપત્ર આપવા ખેડૂતો પહોંચ્યા:પ્રાન્ત અધિકારી કચેરીમાં હાજર ન રહેતા ખેડુતો રોષે ભરાયા:રોષે ભરાયેલા ખેડુતો પ્રાન્ત કચેરીમાં ધસી આવ્યા:ખેડુતોએ કચેરીમાં ભારે સુત્રોચ્ચાર કર્યા access_time 3:04 pm IST