Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

રિલાયન્સ ફાઉન્ડેશન CENTA સાથે ભાગીદારી કરી શિક્ષણને વેગ આપશે અને 'રિલાયન્સ ફાઉન્ડેશન ટીચર એવોર્ડ'ની જાહેરાત

જામનગર તા. ૧૬ : રિલાયન્સ ફાઉન્ડેશને સેન્ટર ફોર ટીચર્સ એક્રેડિટેશન (CENTA) સાથે અનેક વર્ષોના સહયોગનો કરાર કર્યો છે. CENTA પ્રાઇવેટ ટીચર સર્ટિફિકેશન એન્ટરપ્રાઇઝ છે. ભારત અને ભારતની બહાર તે ઝડપથી વિસ્તરણ કરી રહી છે. તે કારકિર્દી તકોના સર્જન અને શિક્ષણનું સ્તર વધારવાનું કામ કરે છે.

આ સહયોગના ભાગરૂપે રિલાયન્સ ફાઉન્ડેશન CENTA ટીચિંગ પ્રોફેશનલ્સ ઓલિમ્પિયાડ (TPO)ની સત્તાવાર પ્રાયોજક હશે. આ ઓલિમ્પિયાડ શિક્ષકો માટેની વાર્ષિક રાષ્ટ્રીય સ્પર્ધા છે. તેની ચોથી આવત્તિ ૮ ડિસેમ્બર ૨૦૧૮ (શનિવાર)ના રોજ યોજાશે. ભારતના ૪૬ શહેરો ઉપરાંત દુબઈ અને અબુધાબીમાં તેનું આયોજન કરવામાં આવશે. ટીપીઓ ૨૦૧૮માં ૨૧ વિષયનો ટ્રેક ઉપલબ્ધહશે. તેમા પ્રાથમિકથી લઈને માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સુધીના વિષયો હશે. તેમા માધ્યમિક સ્કૂલ, ઉચ્ચ માધ્યમિક સ્કૂલ અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલના વિષયો અંગ્રેજી માધ્યમમાં હશે. જયારે પ્રાઇમરી સ્કૂલ એટલે કે પ્રાથમિક શાળાનો ટ્રેક અંગ્રેજી, હિન્દી, કન્નડ, મરાઠી, તમિલ અને તેલુગુ માધ્યમમાં ઉપલબ્ધ હશે.

રિલાયન્સ જૂથ શિક્ષણ ક્ષેત્રમાં અનેકવિધ પહેલ કરી રહ્યું છે. તેમા એડ-ટેક પ્લેટફોર્મ જિઓ ઇમ્બાઇબ, ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ, રિલાયન્સ ફાઉન્ડેશન સ્કૂલ, નવી બનનારી યુનિવર્સિટી વગેરેનો સમાવેશ થાય છે. આ સહયોગ સાથે રિલાયન્સ ફાઉન્ડેશનનું ધ્યેય ઇકોસિસ્ટમના ચાવીરૂપ હિસ્સેદારો શિક્ષકોને ટેકો આપવાનું છે.

રિલાયન્સ ફાઉન્ડેશનનું ધ્યેય ડિજિટલ પ્લેટફોર્મ (ગ્રુપ કંપની પ્લેટફોર્મ જિઓ ઇમ્બાઇબ)ને લિવરેજ કરીને શિક્ષકોને પ્રોફેશનલ ડેવલપમેન્ટની તકો પૂરી પાડવાનું છે અને CENTA TPOની પહેલ દ્વારા શિક્ષણને મહત્વપૂર્ણ વ્યવસાય બનાવવાનું છે જેના લીધે શિક્ષણનું સ્તર ઊંચું આવે. આમ રિલાયન્સ ફાઉન્ડેશનનું ધ્યેય CENTA TPOને મદદ કરવાનું છે જે આમ પણ રાષ્ટ્રવ્યાપી ધોરણે કામ કરી રહ્યુ છે તથા શિક્ષણને નવા સ્તરે લઈ જવાનું તે આયોજન ધરાવે છે અને તે તેનો વ્યાપ વિસ્તારવાનું આયોજન ધરાવે છે, જેથી દેશના મોટાભાગના શિક્ષકો તેમા ભાગ લઈ શકે.

આ સહયોગ અંગે બોલતા કુમારી ઇશા અંબાણીએ જણાવ્યું હતું કે રિલાયન્સ ફાઉન્ડેશનનું ધ્યેય ભારતના અત્યંત અવગણાયેલા ક્ષેત્રો માટે નાવીન્યતાસભર ટકાઉ સોલ્યુશન્સ પૂરા પાડવાનું છે અને આ ક્ષેત્રોમાં એક શિક્ષણ છે. શિક્ષકો શિક્ષણની ગુણવત્તામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને ટેકનોલોજીની મદદથી તે તેમનું શૈક્ષણિક સ્તર ઊંચે લઈ જઈ શકે છે. અમારૃં ફાઉન્ડેશન ટેકનોલોજી અને ડિજિટલ પ્લેટફોર્મ પર લિવરેજ માટે આતુર છે જેથી ભારતના શિક્ષકો તેમની ક્ષમતા વિસ્તારી શકે અને તેમના ફાળાનું તેમને વળતર મળે જે રાષ્ટ્રનિર્માણ માટે મહત્વનું છે. અમારી CENTA TPO સાથે ભાગીદારી અમારી તે પ્લેટફોર્મને ટેકો આપવાની પ્રતિબદ્ઘતાનું પ્રતિબિંબ છે જે શિક્ષકોને પ્રતિષ્ઠા અપાવવામાં અને તેમનું વળતર અપાવવામાં મદદ કરે છે.

CENTAના સ્થાપક અને સીઇઓ રમ્યા વેંકટરામને જણાવ્યું હતું કે CENTA TPO શિક્ષકોને વળતર આપતુ, તેમના કામકાજને પ્રતિષ્ઠા અર્પતુ અને તેમના કાર્યને મહત્તા પ્રદાન કરતી શકિતશાળી યંત્રણા છે. અમે તેમા વિવિધ સેગમેન્ટની રેન્જમાંથી ભાગીદારી જોઈ રહ્યા છીએ, શાળાઓના નવા શિક્ષકો, આચાર્યો, ટ્યુશન શિક્ષકો, બી.એડ.ના વિદ્યાર્થીઓ, ફેલોઝ અને શિક્ષણના સ્વયંસેવકો અને શિક્ષણમાં રસ ધરાવતા અન્ય લોકો તેમા ભાગ લઈ રહ્યા છે. તેમા ખાનગી અને સરકારી બંને પ્રકારની શાળાઓમાંથી અને બધા બોર્ડ સીબીએસઇ, આઇસીએસઈ, સ્ટેટ બોર્ડ, આઇબી, આઇજીસીએસઇ અને અનેકમાંથી ભાગ લેવાઈ રહ્યો છે. રિલાયન્સ ફાઉન્ડેશનના ટેકાથી આ પહેલને જબરજસ્ત પ્રોત્સાહન મળ્યુ છે અને તેના લીધે અમારા ટે કેટલાય શિક્ષકો સુધી પહોંચવું શકય બન્યું છે, જેથી તેઓ તેમના શિક્ષણના વ્યવસાય અંગે ગૌરવ અનુભવે.

રિલાયન્સ ફાઉન્ડેશન (આરએફ) અને CENTA અન્ય પહેલ દ્વારા ભવિષ્યમાં પણ સંયુકત અસરકારકતા માટે આતુર છે.

(1:11 pm IST)