Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

પાક નિષ્‍ફળ જતા સાયલાના નાગડકાના ખેડૂતનો આપઘાત

વઢવાણ, તા. ૧૬ :  સાયલા તાલુકાના નાગડકા ગામે પોતાના ખેતરમાં વાવેલ પાક કરેલ જવાના કારણે નાગકડાજનોની જાણકારી બહાર વહેલી પરોયે ગળેફાંસો ખાઇ લઇ અને પોતાના જીવની આહુતી આપી દેતા અરેરાટી વ્‍યાપી છે.

ત્‍યારે સાયલા પોલીસને ગળેફાંસો ખાવાની ઘટના અંગેની જાણકારી અપાતા સાયલા પોલીસ તાત્‍કાલીક અસરે નાગડકા ગામે પહોંચી તપાસ હાથ ધરેલ છે.

સાયલા તાલુકાના નાગકડા ગામના ખેડૂત હિરાભાઇ પરમાર વાવેલ ખેતરમાં પાક નિષ્‍ફળ જવાના કારણે સરકાર પાસે વિમાની માંગ કરેલ અને પાક વિમાનું ધિરણ હિરાભાઇ પરમારને ન મળતા અને પાક નિષ્‍ફળ જતા દેણામાં આવી જતા આખરે હિરાભાઇ પરમાર પરિવારને જાણકારી આપ્‍યા વગર જ વહેલી સવારના પોતાના જુનવાણી ઘરના ખોરડામાં નાટ સાથે દોરડુ બાંધી આત્‍મહત્‍યા કરી લેવાની ઘટના બવના પામેલ છે. ત્‍યારે નાના એવા ગામમાં ખેડૂત હિરાભાઇ પરમાર આત્‍મહત્‍યાથી ભારે ખળભળાટ સજાર્યો છે.

(12:50 pm IST)