Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

ભાણવડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ

ભાણવડ : માર્કેટીંગ યાર્ડમાં આજથી રજીસ્ટ્રેશન થયેલા ખેડૂતો પાસેથી મગફળી ખરીદવાની શરૂઆત કરવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં ટોકન મુજબના પ્રથમ ૧ થી ૫૦ નંબરના ટોકન ધારકોની મગફળીની ખરીદી કરવામાં આવી હતી. સરકારે નક્કી કરેલા ધારાધોરણ મુજબ મગફળીની ગુણવતા, ૩૫ કિલોની ભરતી સહિતની પુરી ચકાસણી કર્યા બાદ ખરીદી કરવામાં આવી હતી. ગોડાઉન મેનેજર, નોડેલ ઓફિસર-નાફેડ, ગ્રામ સેવક, નાયબ મામલતદાર, રેવન્યુ તલાટી, તાલુકા પંચાયત હેડ કલાર્ક, વિસ્તરણ અધિકારી સહિતની વિવિધ કચેરી-વિભાગની ટીમની તેમજ વિશેષમાં પુર્વ ટીડીઓ ભરતસિંહ સોલંકીની ઉપસ્થિતિમાં આ ખરીદી શરૂ કરવામાં આવી હતી. જો કે, સરકારના ધારાધોરણ મુજબ ૩૫ કિલોની ભરતીને લઇને ખેડૂતોમાં કચવાટ જોવા મળી રહયો હત. (તસ્વીર-અહેવાલઃ ડી.કે. પરમાર, ભાણવડ)

(12:19 pm IST)