Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

એશિયાટિક સિંહો નિહાળવા સાસણગીરમાં પ્રવાસીઓ ઉમટ્યા : 75 હજારથી વધુ ટુરિસ્ટો આવ્યા :એક કરોડથી વધુની આવક

દિવાળીના વેકેશનમાં એશિયાટિક સિંહોના ઘર એવા સાસણગીર આ વખતે ટુરિસ્ટોથી ઉભરાયુ હતું. માત્ર 13 દિવસમાં એક કરોડથી વધુની આવક થઈ છે. 75 હજારથી વધુ લોકોએ ગીરની મુલાકાત લીધી છે.

 આ સમયે ટુરિસ્ટોએ ગીરના સિંહોની સલામતી માટે પ્રાર્થના પણ કરી હતી. વનવીભાગના ડીસીએફ મોહન રામે જણાવેલ કે, માત્ર 13 દીવસની વાત કરીએ તો 75 હજાર થી વધુ ટુરિસ્ટ સાસણ ગીર અભ્યારણ્ય અને દેવળીયા પાર્કની વીઝીટ કરી ચુક્યા છે.

(12:45 pm IST)