Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

મીઠાપુર ટાટા કેમિકલ્સ દુષ્કાળગ્રસ્ત સ્થિતિમાં ગૌમાતા અને ગૌવંશની મદદે

મીઠાપુર, તા.૧૬: ઓખામંડળ તાલુકામાં ગત વર્ષ કરતા પણ આ વર્ષે વરસાદ નહીંવત પ્રમાણમાં પડયો હતો. તેના કારણે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઇ હતી. આના કારણે મીઠાપુર તથા મીઠાપુર નજીક આવેલા આજુબાજુના ગામડાઓમાં આવેલી ગાયો તથા ગૌવંશ પર દુષ્કાળનો ખતરો તોડયો હતો. આ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઇને સ્થાનિક ધારાસભ્ય પબુભા વિરમભા માણેક દ્વારા થોડા દિવસ અગાઉ સ્થાનીક ટાટા કંપનીના અધિકારીગણ સાથે આ બાબતે સહાયની માંગણી કરી હતી.

સાથે સાથે સરકાર પાસે પણ આ બાબતે યોગ્ય સહાય મેળવવામાં આવશે તેવી ખાતરી આપી હતી. આ દુષ્કાળની સ્થિતિ સમજી સ્થાનિક ટાટા કંપનીના અધિકરિગણ દ્વારા તુરંત જ ગાયો તથા ગૌવંશના રક્ષણ માટે તાત્કાલિક પગલા લેવાની બાંહેધરી આપ્યા બાદ તેના ભાગ રૂપે ગત તા.૧૪/૧૧/૨૦૧૮ના રોજ આશરે ૧૦ જેટલી ગૌશાળામાં ૧૦ દિવસ ચાલે તેટલું આશરે ૧૮૦૦૦ થી ૨૦૦૦૦  કીલો જેટલો કેટલ ફીડનો જથ્થો ધારાસભ્ય પબુભા વિરમભા માણેક તથા ટાટા કંપનીના  અધિકારીગણના હાથે અપાયો હતો. સાથોસાથ આ પ્રક્રિયા જરૂરીયાત પ્રમાણે અપાતો રહેશે તેવી ખાતરી પણ આ અધિકારીગણ દ્વારા આપવામાં આવી હતી. આવી રીતે પાછી ટાટા કંપની દ્વારા ફરી એક વખત પોતાની સ્થાનિક વિસ્તાર પ્રત્યેની જવાબદારી નિભાવી એક સેવાનું ઉમદા ઉદાહરણ પૂ રું પાડયું હતું.

(12:15 pm IST)
  • નવસારી : અગ્રવાલ કોલેજ રોડ પાસેથી રૂ.૭૦ લાખની જૂની ચલણી નોટો સાથે બે શખ્સો ઝડપાયા :સુરતથી નવસારી જૂની નોટો વટાવવા આવ્યા હતા access_time 3:36 pm IST

  • જામનગરના જાણીતા ધારાશાસ્ત્રી કિરિટ જોશીની હત્યાનો મામલો:કિરીટ જોશી હત્યા કેસની તપાસ CID ક્રાઇમને સોંપાઇ:હત્યાનો મુખ્ય સુત્રધાર ભૂમાફિયા જયેશ પટેલ હજુ પણ ફરાર : જાણીતા ધારાશાસ્ત્રીની સરાજાહેર કરવામાં આવી હતી ક્રુર હત્યા:આવતીકાલથી CID ક્રાઈમની ટીમ હત્યાની શરૂ કરશે તપાસ access_time 2:56 pm IST

  • Whatsapp ગ્રુપના એડમીનની ધરપકડ: જોશ નામના એડમીનની ઉત્તર પ્રદેશમાં દેશ વિરોધી મેસેજીસ માટે ધરપકડ કરવામાં આવી છે access_time 12:38 am IST