Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

ઉનાના ખાણ ગામે ગાળો બોલવાની ના પાડતા સળિયા વડે હુમલો : ૩ને ઇજા

ઉના, તા. ૧૬ : તાલુકાના ખાણ ગામે બે પરિવાર વચ્ચે ગાળો બોલવા બાબતે બોલાચાલી થતા લોખંડનો પાવડો તથા સળીયા વતી માર મારતા ૩ને ઇજા પહોંચી સામ સામી ફરીયાદ દાખલ કરી હતી.

ખાણ ગામે વાડી વિસ્તારમાં રહેતા કાનાભાઇ ઉર્ફે ડોનીભાઇ ભનુભાઇ ચારણીયા અને તેમના પાડોશી ડાયાભાઇ ગભરૂભાઇ ચારણીયા વચ્ચે અગાઉના મનદુઃખને કારણે ઝગડો થતો હોય ગાળો આપતા ના પાડતા ડાયાભાઇ ત્થા તેની પત્ની સોનાબેન ડાયાભાઇ ચારણીયાએ ગાળો આપી લોખંડના પાવડા વતી હુમલો કરી માથામાં ઇજા પહોંચાડેલ વચ્ચે પડેલ રમેશભાઇ ભનુભાઇ ચારણીયાને પગના ભાગમાં મારતા ઇજાઓ થતા દવાખાને સારવાર માટે ખસેડેલ છે. પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

જાનથી મારી નાખવાની ધમકીની ફરીયાદ નોંધાવી. જયારે સામા પક્ષે પણ ડાયાભાઇ ગભરૂભાઇ ચારણીયાએ પણ પોલીસમાં ઉપરોકત બનાવ બાબતે ઝગડો થતા રમેશ ભનુ ચારણીયા, કાના ભનુ ચારણીયા તથા ધાનીબેન ભનુ ચારણીયા રહે. ખાણ વાડી વિસ્તાર વાળાએ ગાળો આપી લોખંડનો સળીયો વતી હુમલો કરી ડાબા હાથમાં મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(12:13 pm IST)