Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

મુન્દ્રાના ધ્રબ ગામે લગ્ન પ્રસંગે હુમલો

ભુજ તા. ૧૬: મુન્દ્રાના ધ્રબ મધ્યે જમીનના જુના વિવાદના કારણે સાત જણાએ ટોમી અને લાકડી થી હુમલો કરતા બે ભાઇઓને ઇજા થઇ હતી. આ અંગે ઇજાગ્રસ્ત થયેલાઓ નુરમામદ ફકીરમામદ તુર્ક (ઉ.વ.૪૦) અને અસલમ ફકીરમામદ તુર્ક (ઉ.વ.૩૦) એ હુમલો કરનારા ધ્રબ ગામના ઇશાક અબ્દુલ તુર્ક અને તેની સાથે અન્ય ૬ એમ કુલ ૭ જણા સામે હત્યાના પ્રયાસ સહિત અન્ય કલમો તળે ફરિયાદ લખાવી છે. હુમલાનો બનાવ લગ્ન પ્રસંગમાં બન્યો હતો. એક તબક્કે ટોમી અને લાકડીથી થયેલા હુમલાને કારણે નાસભાગ સાથે અફડાતફડી સર્જાતા ધીંગાણું થયું હોય તેવી વાત ફેલાઇ હતી. પોલીસ પણ તુરત જ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. એકવાર સમાધાન થયા બાદ જમીન પ્રકરણે જ આ હુમલાનો બનાવ બન્યો હતો. પોલીસે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(12:12 pm IST)