Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

બોટાદના ગૌરક્ષકે વાછરડીને કચડી નાખનાર ટ્રક ચાલકને ઝડપી લીધો

બોટાદ તા. ૧૬ : બોટાદના ગૌરક્ષક સામતભાઇ જેબલીયા કે જેવો અખીલ ભારતીય સર્વદલી ગૌરક્ષા મહાઅભીયાન સમિતિ કિશાન મંડળ દિલ્હીના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અને રાજયના ઉપાધ્યક્ષ તરીકેની બેવડી જવાબદારી સંભાળી જીવના જોખમે માનદ્દ સેવા આપે છે. તેઓ ડેરીએ દુધ લેવા ગયેલ પરત આવતા જુના ફાયર સ્ટેશન પાસે એક ટ્રક પુર ઝડપે આવી રહેલ અને રોડ ઉપર ઉભેલ એક વાછરડીને ટ્રક ચાલકે ટ્રકની હડફેટે લઇ મૃત્યુ નિપજાવી ભાગવાની કોશીશ કરતા ટ્રક આગળ પોતાનુ ફોરવીલ સ્કોર્પીઓ ગાડી આડી નાખી ટ્રક ઉભો રખાવી ટ્રક ચાલકનું નામ પુછતા તેને તેનું નામ રણછોડભાઇ ગોવિંદભાઇ કણબી રહે. સૂર્યા ગાર્ડન પાછળ બોટાદ જણાવેલ અને આ ટ્રક નં. જી.જે.૦૩.વાય.૯૪૦૮ છે, આ બનાવ અનુસંધાને જાણ કરતા બોટાદ પોલીસ સ્થળ ઉપર આવી પહોંચતા આ ટ્રક એ ડ્રાઇવરને બોટાદ પોલીસ સ્ટેશને લઇ આવેલ અને આ મૃત્યુ પામેલ વાછરડીના પી.એમ. માટે સરકારી ડોકટરને બોલાવી, ડોકટરે તપાસ કરેલ, અને આ મરણ પામનાર વાછરડીને બોટાદ નગરપાલીકામાં જાણ કરતા નગરપાલિકાના સફાઇ કર્મચારીઓ આ વાછરડીને દફત માટે લઇ ગયેલ. આગળની તપાસ બોટાદ પોલીસ સ્ટેશનના આસીસ્ટન્ટ ઇન્સપેકટર હરપાલસિંહ સરવૈયા ચલાવી રહ્યા છે.

(12:07 pm IST)