Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

ઓખાના દરિયા કિનારે બિહારી પરિવાર દ્વારા સુર્ય પુજા સાથે છઠ મહાપર્વની ઉજવણી

બીહાર સાથે દેશભરમાં છઠની પુજા પર્વની ઉજવણી બીહારી પરીવાર દ્વારા કારતક સુદ છઠ ના દિવસે ધામ ધુમથી કરવામાં આવે છે. ઓખામાં પણ છેલ્લા ૧૭ વર્ષથી આ પર્વની ઉજવણી ઓખા માં વસતા બીહારી લોકો દ્વારા ઉત્સાહભેર ઉજવવામાં આવી રહી છે. જેમાંબીહારી લોકો કારતક સુદી છઠ ના દિવસે ૩૬ કલાકનો નિર્જલા અપવાસ કરે છે. અને સુર્યાસ્ત સમયે સુર્યની પુજા કરવામાં આવે છે. અને બીજા દિવસે સુર્યોદય સમયે સુર્યની આરાધના કરી અગ્નીદેવ, વરૂણદેવ ની પણ પુજા કરી દરીયા સ્નાન સાથે દરીયા દેવને દુધનો અભિષેક કરી સુર્યદેવ તથા દરીયા દેવની પુજા આરતી કરી પછી જ પ્રસાદી લેવામાં આવે છે. આ પર્વની વ્શેષતા એ છે કે બિહારના લોકો આ પર્વના પ્રારંભ સાથે સ્વચ્છતા અભીયાન પણ પ્રારંભ કરે છે અને પુરો કાર્તિક માસના ૩૦ દિવસ આ અભીયાન ચલાવે છે, જેમાં ગામ , ગલી,સડક, નદી, સાગર ને સફાઇ સાથે ભકતી ભાવથી મનાવે છે

(12:02 pm IST)