Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

સાયલામાં ૧૫ ખેડૂતો જ મગફળી વેચવા આવ્‍યા : તળાજામાં જુના બારદાનનો ઉપયોગ

ટેકાના ભાવે મગફળીની ખરીદી તો શરૂ કરાઇ પરંતુ સૌરાષ્‍ટ્રમાં અનેક જગ્‍યાએ અવ્‍યવસ્‍થા સર્જાતા રોષ

પ્રથમ તસ્‍વીરમાં તળાજા, બીજી-ત્રીજી તસ્‍વીરમાં સાયલામાં મગફળી ખરીદી, ચોથી-પાંચમી તસ્‍વીરમાં ખંભાળીયા, ભાણવડ, ભાટીયામાં ખેડૂતોનો રોષ તથા છેલ્લી તસ્‍વીરમાં મોરબીમાં ખેડૂતો આક્રોશ ઠાલવતા નજરે પડે છે (તસ્‍વીરઃ મેઘના વિપુલ હિરાણી-ભાવનગર, ફજલ ચૌહાણ-વઢવાણ, કૌશલ સવજાણી-ખંભાળીયા, કિંજલ કારસરીયા-જામનગર, પ્રવિણ વ્‍યાસ-મોરબી)

રાજકોટ તા. ૧૬ : રાજ્‍ય સરકાર દ્વારા ગઇકાલથી રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે પરંતુ રાજ્‍ય સરકારની નિતી સામે ખેડૂતોમાં રોષ ફેલાયો છે.

તળાજા

તળાજા માર્કેટીંગ યાર્ડમાં સરકારના વાયદા મુજબ આજથી ટેકાના ભાવ એ મગફળી ખરીદવાનો પ્રારંભ થયો છે. પ્રારંભ એજ એવી વાત સામે આવી છે કે સરકાર એ ખરદયા છે નવા બારદાન પણ અહીં જુના આવ્‍યા છે. બારદાનમાં પચાસથી સોગ્રામ વજન નો તફાવત જોવા પણ મળેલ છે.સરકાર માં રજિસ્‍ટ્રેશન થયેલ ખેડૂતો માંથી પચાસ ને એસએમએસ મોકલવામાં આવેલ તેમાંથી નવ જ ખેડૂતો ની મગફળી ખરીદવા માં આવી હતી. ત્રણ ખેડૂતોની રજિસ્‍ટ્રેશન થયેલ રિજેક્‍ટ કરવામાં આવી હતી.

ખેડૂતો ને મગફળી ના પોષણ ક્ષમ ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા ટેકા ના ભાવ એ મગફળી ખરીદવાનો આજ રાજય ના ૧૨૨ પૈકી ના તળાજા યાર્ડ માંથીપણ સવારે સમયસરᅠ પ્રારંભ કરવામાં આવેલ હતો.નાયબ મામલતદાર રાજેન્‍દ્ર સિંહ સરવૈયા એ જણાવ્‍યું હતું કે ગુણવત્તા ચકાસણી ટિમ દ્વારા હાઇડ્રો મીટર દ્વારા ચકાસી ને જ ઓન કેમેરા મગફળી લેવાતી હતી. અને ખરીદ પ્રક્રિયા ટિમ દ્વારા પાંત્રીસ કિલો વજન જોખી ને ભરવામાં આવતી હતી. એક ખેડૂત ની ૧૨૫ મણ થી વધુ જોખવામાં આવતી નહતી. બે ટિમ બનાવવામાં આવી હતી. જેમાં નાયબ મામલતદાર, વિસ્‍તરણ અને ખેતીવાડી અધિકારી નિટીમ કાર્યરત હતી.જીલા ખેતીવાડી અધિકારી કોસમબી દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. કોસંબી એ ગઈ કાલ સુધી ૧૧૧૦ ખેડૂતો નું રજિસ્‍ટ્રેશન થયેલ છે. હજુ આᅠ મહિના ના અંત સુધી રજિસ્‍ટ્રેશન થશે.

દરરોજ પચાસ ખેડૂતો ને એસએમએસ દ્વારા જાણ કરવામાં આવતી રહશે. જોકે આજ તળાજા યાર્ડ માં ત્રીસ જ ખેડૂતો મગફળી લઈ ને આવ્‍યા હતા. તેમાંથી નવ જ ખેડૂતો ની મગફળી ભરી શકાય. ત્રણ ની રિજેક્‍ટ કરવામાં આવી હતી. બાકી રહી ગયેલા ખેડૂતોની મગફળી કાલ ક્રમાંક પ્રમાણે ખરીદશે.

યાર્ડના પૂર્વ સેક્રેટરી અને ખેડૂતᅠ સનગઠન આગેવાન હરજીભાઈ ધાધલિયાએ સરકાર એ બારદાન નવા ખરીદ્યા છે પરંતુ અહીં જુના બારદાન આવ્‍યા છે. બારદાનમાં વજનમાં પચાસથી સો ગ્રામ સુધીનો તફાવત જોવા મળતા પત્રીસકીલો અને નવસોગ્રામ ફિક્‍સ વજન જોખવાનો નિર્ણય લેવામાં આવ્‍યો હતો.

જુના બારદાન બાબતે મામલતદાર એ જણાવ્‍યું હતુંકે સિવિક સપ્‍લાય કોર્પોરેશન દ્વારા બારદાન મોકલવામાં આવ્‍યા છે.ત્‍યાથીજ જુના બારદાન આવતા તેમાજ ભરવાની વ્‍યવસ્‍થા કરવામાં આવી હોવાનું મામલતદાર એ જણાવ્‍યું હતું.

સત્તાવાર સાધનોએ જણાવ્‍યું હતું કેᅠ ખેડૂતો ને બને તેટલા વહેલાસર નાણાં મળે તે માટે સરકારમાં ડે ટૂ ડે ની માહિતી મોકલવામાં આવશે. એ ઉપરાંત ભવિષ્‍યમાં આરોપો અને એલીગેશન થી બચવા ખરીદયેલ મગફળી ના સેમ્‍પલ પણ સાથે રાખવામાં આવશે. સાથે તેનું વિડિઓ શુટીંગ પણ થઈ રહ્યોં છે.

વઢવાણ

સુરેન્‍દ્રનગર જીલ્લામા હાલ ખૂબ ઓછો વરસાદ પડ્‍યો છે ત્‍યારે સુરેન્‍દ્રનગર જીલ્લાના અનેક તાલુકાઓને સરકાર દ્વારા અસર ગ્રસ્‍ત વિસ્‍તારમાં આવરી લેવામાં આવ્‍યા હતા ત્‍યારે સુરેન્‍દ્રનગર જીલ્લા મા ઓછા વરસાદના કારણે ખેડૂતોના પાકને ખૂબ નુકસાની વેઠવી પડી હતી.

ત્‍યારે સુરેન્‍દ્રનગર જીલ્લાના ખેડૂતો દવારા કપાસ અને મગફળી નું ઓછો વરસાદ પડ્‍યો હોવા છતાં આ બે વસ્‍તુનું વધુ વાવેતર કરવા મા આવિયું હતું ત્‍યારે સુરેન્‍દ્રનગર જીલ્લા ના અનેક માર્કેટિંગ યાર્ડમા લાભ પાચમના દિવસે મુહુર્ત કરવા આવેલા ખેડૂતો ને ફક્‍ત કપાસના ભાવ માત્ર ૧૧૫૦ ની અંદર મળીયા હતા ત્‍યારે સુરેન્‍દ્રનગર જીલ્લાના ખેડૂતોમા રોષ ફેલાયો હતો.

ત્‍યારે આજે સુરેન્‍દ્રનગર જીલ્લાના અનેક એપીએમસીમા મગફળીની ખરીદી આજથી શરૂ કરવામા આવી હતી ત્‍યારે સુરેન્‍દ્રનગર જીલ્લાના સાયલા મા કુલ મગફળી વેચવા માટે ખેડૂતો દવારા ૯૩ રજીસ્‍ટ્રેશન કરવા મા આવીયા હતા ત્‍યારે સુરેન્‍દ્રનગર જીલ્લાના સાયલામા માત્ર મગફળી વેચવા માટે ૧૫ ખેડૂતો આવીયા હતા ત્‍યારે આ ખેડૂતો ને ખુબ મુશ્‍કેલી નો સામનો કરવો પડ્‍યો હતો.

જયારે આ ૧૫ ખેડૂતો મગફળી વેચવા આવીયા ત્‍યારે સુરેન્‍દ્રનગર જીલ્લાના સાયલા apmcના એક પણ અધિકારીઓ હાજર રહ્યાં ન હતા. ત્‍યારે આ apmcના કર્મચારીઓ હાજર ન રહેતા ખેડૂતો દવારા હોબાળો મચાવવા આવિયો હતો. ત્‍યારે સુરેન્‍દ્રનગર જીલ્લાના સાયલાના ખેડૂતો દ્વારા હોબાળો મચાવતા ત્‍યાં ના મામલતદાર અને વિસ્‍તરણ અધિકારી હાજર રહી ફરી મગફળીની ખરીદી સરું કરવા આવી હતી. ત્‍યારે આ સમગ્ર બાબતે સાયલાના ખેડૂતોએ રોષ વ્‍યક્‍ત કર્યો હતો.

મોરબી

રાજય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ૧૦૦૦ રૂ મણના ભાવથી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવા માટેના રજીસ્‍ટ્રેશન બાદ આજે ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાની શરૂઆત થઇ હતી જોકે ગત વર્ષના મગફળી કોભાંડમાં ગુણીમાંથી માટીના ઢેફા જ નીકળતા આ વર્ષે ક્‍વોલીટી માટે ખાસ તકેદારી રાખવાની સુચના અન્‍વયે મગફળી ઉચ્‍ચ ક્‍વોલીટીની હોય અને ૬૫ થી ૭૦ નો ઉતારો હોય તેમજ કચરો ના હોય તેવી મગફળી ખરીદવાના નિયમને પગલે ખેડૂતોમાં રોષ વ્‍યાપી ગયો હતો તેમજ સેમ્‍પલ લેવા માટે મગફળીનો ઢગલો કરવાનો જ આગ્રહ રાખવામાં આવ્‍યો હતો ત્‍યારે ખેડૂતો મગફળી ટ્રેક્‍ટરમાંથી ઢગલો કરે પરંતુ બાદમાં જો ખરીદવામાં ના આવે તો માલ ભરવાની મજુરી કોણ ચુકવે સહિતના પ્રશ્નો ખેડૂતોને કોરી ખાતા હોય જેથી હોબાળો મચ્‍યો હતો અને આજે મગફળી વેચવાને બદલે ખેડૂતો પરત ફર્યા હતા જેથી પ્રથમ ગ્રાસે જ મક્ષિકા જેવો ઘાટ સર્જાયો હતો.

કોટડાસાંગાણી

કોટડાસાંગાણી : તાલુકાના ખેડુતોની ટેકાના ભાવે ખરીદીનુ કેંદ્ર ગોંડલનુ એપીએમસી રખાયુ હતુ જેથી નોંધણી કરાવનાર ખેડુતો મગફળી વહેચવા ગયા હોય તે દરમીયાન ખરીદી કરનાર અધીકારીઓ દ્રારા કિન્નાખોરી રાખી છેતરપીંડી કરી બારદાનનો વજન સાતસોથી આઠસો ગ્રામજ હોવા છતા તેનો વજન એક કિલો ગણી બારદાન દિઠ એક કિલોનો વજન કાપી ખેડુતો પાસેથી બસો ત્રણસો ગ્રામ મગફળી વધુ પડાવી લેતા હોવાની જાણ કોટડાસાંગાણી તાલુકા કિશાન સંઘના પ્રમુખ ધર્મેશભાઈ સોરઠિયાને થતા તેઓ તુરંત યાર્ડ ખાતે પહોંચી ગયા હતા અને તપાસ કરતા ખેડુતો સાથે છેતરપીંડી થતી હોવાનુ સામે આવતા ખેડુતો અને કિશાન સંઘના કાર્યકરોએ હોબાળો મચાવ્‍યો હતો.તુરંત મગફળીની ખરીદી કરાવવાનુ બંધ કરાવી વીરોધ દર્શાવી ઉગ્ર સુત્રોચાર કર્યા હતા જેને લઈને વાતાવરણ તંગ થતા પોલીસ બંધોબસ્‍તની જરૂર પડી હતી. ગુજરાતના ખેડુતોને રાજી રાખવા સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાનો નીર્ણય કર્યો હતો પરંતુ તેમા પણ ગેરરીતીઓ સામે આવતા ખેડુતોમા ભારે નારાજગી ફેલાઈ છે કોટડાસાંગાણી તાલુકામા એક તરફ વરસાદ પુરતા પ્રમાણમા નહી પડવાથી તાતના બેહાલ થયા છે અને નીસાસા નાખીને આર્થીક જરૂરીયાતને ડામવા મગફળી સરકારને વહેચવાનો નીર્ણય કર્યો છે પરંતુ તેમા ઘાલમેલ થતા ખેડુતો માટે જાયે તો જાયે કહા જેવી સ્‍થિતીનુ નીર્માણ થયુ છે.

 કોટડાસાંગાણી તાલુકાના ખેડુતોનુ ગોંડલના માર્કેટીંગ યાર્ડમા મનદુખ થયા બાદ તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ સીંધવ ઉપ પ્રમુખ ઘનશ્‍યામ મકવાણાᅠ તાલુકા પંચાયતના વિપક્ષ નેતા પ્રતીપાલસીંહ જાડેજા સહીતનાઓએ માર્કેટીંગ યાર્ડની મુલાકાત લીધી હતી અને ટેકાના ભાવે મગફળીની ખરીદી કરતા અધીકારીઓ અને તાલુકા મામલતદાર અને નાયબ મામલતદારને જરૂરી સુચના આપી ખેડુતોની સાથે સંકલન રાખીને વ્‍યવહાર કરવાની સુચના આપી હતી તેમજᅠ ખેડુતોની શંકાઓનુᅠ સમાધાન કર્યુ હતુ અને કોટડાસાંગાણી તાલુકાના ખેડુતો સાથે ક્‍યારેય અન્‍યાય નહી થાય અને હંમેશા ભાજપ પડખે રહેસેની ખાત્રી ખેડુતોને આપી હતી.

ખંભાળીયા

જામનગર-ખંભાળીયાઃ સરકાર દ્વારા ૧ નવેમ્‍બરથી ટેકાના ભાવે મગફળી ખરીદવા માટેના કેન્‍દ્રો જુદા જુદા માર્કેટીંગ યાર્ડમાં ફાળવવામાં આવ્‍યા છે ત્‍યારે દ્વારકા જિલ્લાના ખંભાળીયા, ભાણવડ અને ભાટીયા કેન્‍દ્રો પર ખેડૂતો દ્વારા મગફળી ન વહેંચી મગફળીની હોળી કરવા સહિતનો વિરોધ કરવામાં આવતા કેન્‍દ્રો સંપૂર્ણપણે બંધ રહ્યા હતા. ખેડૂતોનો સરકાર સામે સીધો આક્ષેપ છે કે સરકાર દ્વારા ગત તા. ૨૪-૧૦ના પરિપત્ર મુજબ મગફળીની ૩૦ કિલોની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ ૩૫ કિ.ગ્રા.ની ભરતી કરવાની શરૂ કરી દેવામાં આવતા ખેડૂતોએ રોષ પ્રગટ કર્યો હતો. વધુમાં ૩૫ કિ.ગ્રા. મગફળીની ભરતી કરવાની નીતિ જોતા જાણે સરકાર દ્વારા ખેડૂતોની ટેકાના ભાવે મગફળી ખરીદ કરવાની દાનત ન હોય તેમ પણ લાગી રહ્યુ છે. જો ૩૦ કિ.ગ્રા.ની ભરતી કરવામાં આવશે તો જ ખેડૂતો દ્વારા મગફળી વહેંચવામાં આવશે તેમ જણાવી મગફળીની હોળી સળગાવી વિરોધ નોંધાવ્‍યો હતો.

(11:58 am IST)
  • વિનય શાહના કૌભાંડના તાર રાજકોટ સુધી પહોંચ્યા : સરધારના લોકોના નાણા ફસાયા : વિનય શાહના કૌભાંડ તાર રાજકોટ સુધી પહોંચ્યાઃ સરધાર ગામના લોકોના પણ નાણા ફસાયાઃ ૫૦૦ લોકોના નાણાં ફસાયા હોવાનું સામે આવ્યું: સરધારના ૪ લોકો બન્યા હતા કંપનીના એજન્ટઃ તેમણે એજન્ટ બન્યા બાદ ગામના લોકોને જોડયા હતા access_time 3:41 pm IST

  • જામનગરના જાણીતા ધારાશાસ્ત્રી કિરિટ જોશીની હત્યાનો મામલો:કિરીટ જોશી હત્યા કેસની તપાસ CID ક્રાઇમને સોંપાઇ:હત્યાનો મુખ્ય સુત્રધાર ભૂમાફિયા જયેશ પટેલ હજુ પણ ફરાર : જાણીતા ધારાશાસ્ત્રીની સરાજાહેર કરવામાં આવી હતી ક્રુર હત્યા:આવતીકાલથી CID ક્રાઈમની ટીમ હત્યાની શરૂ કરશે તપાસ access_time 2:56 pm IST

  • સેન્સેકસ-નીફટી ગ્રીન ઝોનમાં : ક્રુડના ભાવ નિયંત્રણમાં રહેતા શેરબજારમાં ઉછાળોઃ ર.૧પ કલાકે સેન્સેકસ ૧પ૭ પોઇન્ટ વધીને ૩પ૪૧૭ અને નીફટી ૩૮ પોઇન્ટ વધીને ૧૦૬પ૪: ડોલર સામે રૂપિયો ૭૧.૭૩ ઉપર ટ્રેડ કરે છે access_time 3:41 pm IST